ભાજપની જીતની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ Tweet કરી દીધી છે. અને ગુજરાત હજુ પણ ભાજપનો ગઢ હોવાની વાત કરી છે.
- ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ
- 6 જિલ્લામાં ભાજપની જીત નિશ્ચિત
- કોંગ્રેસનું ગત વર્ષ કરતા પણ નબળું પરિણામ
ગુજરાતની 6 મનપાની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામથી ભાજપની સાર્વત્રિક જીત જોવા મળી રહી છે. જો કે, સુરતના માર્ગથી AAPની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. પરંતુ જોવામાં આવે તો, કોંગ્રેસની તમામ જગ્યાએ હાર થઈ છે. ભાજપની જીતની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ Tweet કરી દીધી છે. અને ગુજરાત હજુ પણ ભાજપનો ગઢ હોવાની વાત કરી છે.
- Advertisement -
તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ જીતની શુભેચ્છા પાઠવી છે. ભારતીય જનતા પાર્ટી પર આપ સૌએ હંમેશા વિશ્વાસ મૂક્યો છે, વિકાસનાં પથ પર સમગ્ર દેશ જે રીતે આગળ વધી રહ્યો છે એ આપ સૌનાં વિશ્વાસ, સાથ અને સહકાર થકી જ શક્ય બન્યું છે.
ભાજપની તમામ મનપામાં જીત બાદ ખાનપુર ખાતે સાંજે 7 વાગ્યે ઉજવણીનું આયોજન કરાયું છે. જીતમાં સામેલ થવા અમિત શાહ પણ અમદાવાદ આવી શકે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ Tweet દ્વારા શુભેચ્છા પાઠવી.
- Advertisement -
ગુજરાતની તમામ મનપામાં ભાજપની જીત માટે જનતાનો માન્યો આભાર. 


