બંને ગામના સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત કરાઈ છતાં પરિસ્થિતિ યથાવત્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ સડક યોજના મારફતે ખરીદો રૂપિયાની ગ્રાન્ટ લોકોની પ્રાથમિક સુવિધા અર્થે વપરાશ કરી રહી છે પરંતુ આ વિકાસના દાયકામાં હજુય કેટલાક ગ્રામ્ય વિસ્તારો એવા પણ છે જ્યાં સુધી વુક્સની માત્ર વાતો જ થઈ રહી છે.
- Advertisement -
ત્યારે આ પ્રકારે મૂળી પંથક પણ હજુ વિકાસની પરિભાષાથી અનેક કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે કારક કે અહી ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગ બિસ્માર હોવાથી રહીશોને એક ગામથી બીજા ગામ તરફ જવું ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. જેમાં મૂળી તાલુકાનાં આંબરડી થી સરા ગામને જોડતો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હોવાનું સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે સાથે જ વર્ષોથી ગ્રામજનો ખખડધજ રોજ પરથી દરરોજ પાદર થઈ રહ્યા છે જેના લીધે કેટલાક ગ્રામજનોને તો મણકાના દુખાવા પણ થઈ ગયા છે જોકે આ પ્રકારના બિસ્માર રોડ બાબતે અનેક વખત તંત્રને રજુઆત કરાઇ છે છતાં તંત્રના અધિકારીઓને રજૂઆત ધ્યાને આવતી નથી ત્યારે બંને ગામના ગ્રામજનો દ્વારા હવે ન છૂટકે આ બિસ્માર રોડ પર જવું અને આવવા માટે ટેવાયા હોવાનું પણ જણાવ્યું છે તેવામાં તંત્ર દ્વારા આંબરડી થી સરા ગામ સુધીના બિસ્માર રોડની સમારકામની કામગીરી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.