આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવે T20માં પોતાના નામે ચોથી સદી કરી હતી. સૂર્યાએ તેની ઇનિંગમાં 8 સિક્સ અને 7 ફોર ફટકારી હતી
સૂર્યકુમાર યાદવની સદી અને કુલદીપ યાદવની પાંચ વિકેટે ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને ધવસ્ત કર્યો હતો. આ રીતે ત્રણ મેચની ટી-20 શ્રેણી 1-1થી બરાબર રહી હતી. પહેલા રમતા ભારીય ટીમના કેપ્ટન સૂર્યાના 56 બોલમાં 100 રન ઐતિહાસિક બનાવ્યા હતા. આ 100 રનના કારણે 201/7નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમ 95 રનમાં સમેટાઈ ગઈ હતી અને 106 રનથી હારી ગઈ હતી. આ તેની ત્રીજી સૌથી મોટી હાર હતી. જ્યારે બર્થડે બોય કુલદીપ યાદવે 17 રન આપીને 5 વિકેટ લીધી હતી. જે તેના જન્મદિવસ પર ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. વાઇસ કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ પણ બે વિકેટ પોતાના નામે કરી હતી. મુકેશ અને અર્શદીપને એક-એક વિકેટની સફળતા હાથે લાગી હતી.
- Advertisement -
Kuldeep Yadav capped off his birthday with a career-best spell in Johannesburg 🙌
More ➡️ https://t.co/uPjtWlKTOz pic.twitter.com/cSqRv1GeB5
— ICC (@ICC) December 15, 2023
- Advertisement -
પ્રથમ બેટિંગ કરવા ઉતરી ભારતીય ટીમ
આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવે T20માં પોતાના નામે ચોથી સદી કરી હતી. સૂર્યાએ તેની ઇનિંગમાં 8 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. આ રીતે તેણે ટી-20માં સૌથી વધુ સદી ફટકારવાના ગ્લેન મેક્સવેલ અને રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી છે. મેક્સવેલ અને રોહિતના નામે પણ આ ફોર્મેટમાં 4-4 સદી છે. T20 શ્રેણીની આ છેલ્લી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 7 વિકેટે 201 રન બનાવ્યા હતા. ટીમે માત્ર 29 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. કેશવ મહારાજના સતત બે બોલ પર શુભમન ગિલ (12) અને તિલક વર્મા (0) આઉટ થયા હતા.
Captain @surya_14kumar is adjudged Player of the Series 🙌
His fine form in T20I continues 👌#TeamIndia | #SAvIND pic.twitter.com/82wXsLvamZ
— BCCI (@BCCI) December 14, 2023
70 બોલમાં 112 રનની ભાગીદારી
સૂર્યા અને યશસ્વીએ 70 બોલમાં 112 રનની ભાગીદારી કરી અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી દીધી. યશસ્વી 41 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો. એક વખત એવું લાગતું હતું કે તે સદી ફટકારી શકશે. બીજી તરફ સૂર્યાએ લીડ જાળવી રાખી સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી કેશવ મહારાજ અને લિઝાર્ડ વિલિયમ્સે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે તબરેઝ શમ્સી, નાન્દ્રે બર્જરને 1-1 વિકેટ મળી હતી. મેચમાં 202 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી આફ્રિકન ટીમ માત્ર 13.5 ઓવરમાં 95 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ માટે ડેવિડ મિલરે સૌથી વધુ 35 રન અને એડન માર્કરામે 25 રન બનાવ્યા હતા. જ્યારે 8 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. ભારતીય સ્પિનર કુલદીપ યાદવે 2.5 ઓવરમાં 17 રન આપીને 5 વિકેટ લીધી હતી.
T20iમાં જન્મદિવસ પર શ્રેષ્ઠ બોલિંગ
5/17 – કુલદીપ યાદવ (ભારત) – દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2023
4/9 – વાનિન્દુ હસરંગા (શ્રીલંકા) – ભારત, કોલંબો (RPS), 2021
4/21 – ઇમરાન તાહિર (દક્ષિણ આફ્રિકા) – નેધરલેન્ડ, ચિટાગોંગ, 2014
4/25 – કાર્તિક મયપ્પન (UAE)-આયર્લેન્ડ, દુબઈ (ICCA), 2021