કેરળના અલાપ્પુઝા જિલ્લાની થાકાઝી પંચાયતથી બર્ડ ફ્લૂ ફેલાવાના સમાચાર આવી રહ્યા છે.
- પુરક્કડથી મોકલમાં આવેલા બતકોમાં બર્ડ ફ્લૂ થવાની ખરાઈ થઈ
- થાકાઝી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 10ના એક કિલો મીટરના પક્ષીઓને મારવાનો આદેશ
- પશુપાલન વિભાગની એક રિસ્પોન્સ ટીમનું ગઠન કરાયું
મનાઈ રહ્યું છે કે પુરક્કડથી મોકલમાં આવેલા બતકોમાં બર્ડ ફ્લૂ થવાની ખરાઈ થઈ છે. આની માહિતી મળતા અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં એક કિલો મીટર સુધીના દાયરામાં બતકો, મરઘી અને ઘરેલું પક્ષીઓને મારવાનો આદેશ આપ્યો છે. ફ્લૂના પ્રકોપની સૂચના મળતા જ જિલ્લાધિકારી એ. એલેક્જેન્ડરે સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે ગુરુવારે પશુપાલન, સ્વાસ્થ્ય અને પોલીસ વિભાગના અધિકારીઓની સાથે તાત્કાલી મીટિંગ પણ કરી.
- Advertisement -
મીટિંગ બાદ અધિકારીઓએ જણાવ્યું કે મેનેજમેન્ટ થાકાઝી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 10ના એક કિલો મીટરના વિસ્તારમાં તમામ બતકો, મરઘી અને અન્ય ઘરેલુ પક્ષીઓને મારવાનો આદેશ આપ્યો છે. જેતી સંક્રમણને રોકી શકાય . આ સાથે અસરગ્રસ્ત વિસ્તારને પ્રતિબંધિત જાહેર કર્યો છે અને અહી વાહનો અને લોકોની અવરજવરને રોકી દેવામાં આવી છે. જિલ્લાધિકારીએ ફ્લૂ ગ્રસ્ત વિસ્તારોમાં મરઘી, બતક અને પક્ષીઓના અંડ્ડા, માંસ વગેરેનું વેચાણ રોકી દીધુ છે.
જિલ્લાધિકારીની બેઠક દરમિયાન સહાયક વન રક્ષકને જવાબદારી આપવામાં આવી છે. આ વાતની જાણકારી માટે જે પ્રવાસી પક્ષી તે ફ્લૂથી સંક્રમિત થયા છે કે નહીં. અધિકારીઓનું કહેવું છે કે આ વાયરસ હવામાં ઝડપથી ફેલાય છે અને વધારે પક્ષીઓને સંક્રમિત કરે છે.