બેસણામાં સેવાકીય પ્રવૃત્તિ કરીને સોજીત્રા પરિવારે પુત્રને સાચી શ્રદ્ધાંજલિ આપી
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ, તા.25
- Advertisement -
સામાન્ય રીતે સમાજમાં બેસણાઓ અને લૌકિક રિવાજોમાં લખલૂટ ખર્ચાઓ થાય છે. ગોંડલમાં કાર અકસ્માતમાં પરિજન ગુમાવનાર પરિવારે બેસણામાં પક્ષીના માળા, કુંડા, ચણની ડીશ આપીને પ્રાણી સેવાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બેસણામાં સેવા કાર્ય કરીને પરિજનને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. કાર અકસ્માતમાં મોત થનાર યુવાનના પરિવારજનોએ બેસણાંમાં આવનારા લોકોને પક્ષીઓના માળા, કુંડા, ચણની ડિશ આપી એક અનોખી શ્રદ્ધાંજલિ આપી છે.
ગોંડલ ઉમવાળા રોડ પર ગત તા. 21 મે ના રાત્રે બ્રેઝા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં સર્જાતા ગુંદાળા રોડ લક્ષ્મણ નગરમાં રહેતા કેવલ સુરેશભાઈ સોજીત્રા (ઉ.વ. 24) નું મોત નીપજ્યું હતું. જેનું ગત શુક્રવારે સાંજે બેસણું યોજાયું હતું. જેમાં પરિવારજનોએ બેસણાંમાં આવનારા સંબંધીને પક્ષીઓ માટેનું માટીનું કુંડું, પક્ષીઓનો માળો, ચણની અને પક્ષીઓને ખાવા માટેની 500 ગ્રામ કાંગ આપવામાં આવી હતી. સોજીત્રા પરિવારના લાભાર્થે પક્ષી પ્રેમી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી બેસણાંમાં આવનાર લોકોને 800 જેટલા માટીના કુંડા, પક્ષીઓનો માળા અને ચણની ડિશ આપવામાં આવી હતી.