ચક્રવાત પહેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, દરિયાઈ મોજામાં ઉછાળો અને જોરદાર પવન જોવા મળી શકે છે
બિપોરજોય વાવાઝોડાને લઈ સતત નવી અપડેટ સામે રહી છે. દેશમાં આ દિવસોમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચક્રવાત બિપોરજોયને લઈને એજન્સીઓ એલર્ટ પર છે. આ ચક્રવાત ગુરુવારે બપોરે ત્રાટકવાની સંભાવના છે. પરંતુ ચક્રવાત પહેલા પણ આ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, દરિયાઈ મોજામાં ઉછાળો અને જોરદાર પવન જોવા મળી શકે છે.
- Advertisement -
મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, રાજ્યના 8 જિલ્લાઓમાં આ વાવાઝોડાની વ્યાપક અસર થશે. સરકાર, સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓએ 30 હજારથી વધુ લોકોને બચાવ્યા છે જેથી કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોનું જીવન આ ચક્રવાતથી પ્રભાવિત ન થાય.
સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા
ચક્રવાત બિપોરજોયને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના ગામડાઓમાંથી સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રામજનોને ચિંતા છે કે, જો તેઓ તેમના પશુઓને છોડીને અન્ય સ્થળોએ જશે તો આ આફતમાં પ્રાણીઓને નુકસાન થઈ શકે છે. ગામના લોકો પોતાનો સામાન, ઘર અને જાનવર છોડવા માંગતા નથી.
શું કહ્યું હવામાન વિભાગે ?
ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓ આ ચક્રવાતથી સૌથી વધુ પ્રભાવિત થવાની ધારણા છે. કચ્છ જિલ્લામાં દરિયાકાંઠાથી લગભગ પાંચ કિલોમીટરના અંતરે આવેલા આશીર્વાદ ગામમાં પોલીસ અને મહેસૂલ અધિકારીઓએ તેમની સાથે શાંતિપૂર્ણ બેઠક યોજ્યા પછી જ લોકો ત્યાંથી જવા માટે સંમત થયા હતા.
- Advertisement -
સરકારના શ્રમ અધિકારી સીટી ભટ્ટે કહ્યું કે, વહીવટીતંત્ર ઇચ્છે છે કે,. ચક્રવાતમાં કોઈ જાનહાનિ ન થાય. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આપણે આપણા અસ્તિત્વ માટે પ્રાણીઓ પાળીએ છીએ. અમે તેમને પાછળ છોડી શકતા નથી. જેમની પાસે કાચા ઘર છે તેઓ જતા રહેશે. મહિલાઓ અને બાળકોને આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવશે.