છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનાર ચક્રવાતી તોફાન બિપોરજોય આજે ગુજરાતના જખૌ બંદર સાથે ટકરાવાનું છે. એવો અંદાજ છે કે જ્યારે વાવાઝોડું અથડાશે ત્યારે વાવાઝોડાની ઝડપ 125થી 150 કિલોમીટરની હોઈ શકે છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને NDRFની ટીમો ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવ તેમજ દાદર અને નગર હવેલીમાં તૈનાત છે.
ચક્રવાતી તોફાન બિપોરજોય આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડું કચ્છ જિલ્લાના જખૌ બંદર પર લેન્ડફોલ કરશે. એવું અનુમાન છે કે ગુરુવારે સાંજે જ્યારે તોફાન દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેની સ્પીડ 125થી લઈને 150 કિલોમીટર સુધી રહેશે. સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે-સાથે વહીવટી તંત્ર પણ રાહત અને બચાવ કામગીરીની તૈયારીમાં વ્યસ્ત છે.
- Advertisement -
74 હજાર લોકોનું કરાયું સ્થળાંતર
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ઓપરેશન્સ) મોહસીન શાહિદીના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાંથી 74,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. એક અંદાજ છે કે વાવાઝોડાને કારણે 8 જિલ્લાના 442 નીચાણવાળા ગામો પૂર અને વરસાદથી પ્રભાવિત થઈ શકે છે.
#WATCH | Sea water enters houses located at the coast as tidal waves lash Mangrol in Junagarh district of Gujarat pic.twitter.com/AvV2XMpLXy
— ANI (@ANI) June 15, 2023
- Advertisement -
કચ્છમાં જ 34,300 લોકોનું કરાયું સ્થળાંતર
એકલા કચ્છમાં જ લગભગ 34,300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે જામનગરમાં 10,000, મોરબીમાં 9,243, રાજકોટમાં 6,089, દેવભૂમિ દ્વારકામાં 5,035, જૂનાગઢમાં 4,604, પોરબંદર જિલ્લામાં 3,469, ગીર સોમનાથ જિલ્લામાં 1,605 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
NDRFની 18 ટીમો એક્ટિવ
NDRFએ તોફાનનો સામનો કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટીમો તૈનાત કરી છે. ગુજરાતમાં 18 ટીમો એક્ટિવ રહેશે. આ ઉપરાંત એક ટીમ દાદર અને નગર હવેલી તેમજ દમણ અને દીવમાં પણ ટીમ હાજર રહેશે. ગુજરાતની વાત કરીએ તો NDRFની 4 ટીમો ગુજરાતના કચ્છ જિલ્લામાં, ત્રણ ટીમ રાજકોટમાં અને ત્રણ ટીમ દ્વારકામાં તૈનાત કરવામાં આવી છે.
#WATCH | Gujarat: Porbandar witnesses rough sea conditions and strong winds under the influence of #CycloneBiporjoy pic.twitter.com/NbFXJW2SHQ
— ANI (@ANI) June 15, 2023
આ શહેરોમાં 1-1 ટીમો કરાઈ તૈનાત
ગુજરાતના જામનગરમાં બે ટીમો, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, વલસાડ અને ગાંધીનગરમાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં 14 ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમાંથી 5 ટીમને મુંબઈમાં તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. દરેક ટીમમાં લગભગ 35-40 કર્મચારીઓ છે.
મુશળધાર વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 જૂને અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વમાં ઘણી હલચલ જોવા મળશે. દરિયામાં 9 ફૂટથી લઈને 20 ફૂટ સુધીના તોફાની મોજા ઉછળશે. દરિયામાં હાઈ-ટાઈડ આવવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. ખતરો માત્ર દરિયામાંથી ઉછળતા મોજા અને તોફાનોનો જ નથી, હવામાન વિભાગ દ્વારા મુશળધાર વરસાદનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં રેકોર્ડબ્રેક વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં વાદળ ફાટવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.



