બિપોરજોય વાવાઝોડાને લઈ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વિગતો મુજબ આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને જામનગર, પોરબંદર, મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ ભારે વરસાદ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે.
ગુજરાતની માથે બિપોરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. આ દરમિયાન હવે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી કરી છે કે, આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જામનગર, પોરબંદર, મોરબીમાં પણ ભારે વરસાદ તો ભરૂચ, સુરત, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.
- Advertisement -
85 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. વિગતો મુજબ બિપોરજોય વાવાઝોડાને કારણે 85 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે દ્વારકા અને પોરબંદરમાં આજે ભારે પવન ફૂંકાશે. આ સાથે કચ્છ, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં પણ ભારે પવન ફૂંકાઇ શકે છે.
ગુજરાત પર મંડરાઈ રહેલા વાવાઝોડાના ખતર વચ્ચે આંશિક રાહતના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડાને લઈ વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર, બિપોરજોય વાવાઝોડુ થોડુ નબળુ પડ્યું છે. માંડવીથી કરાંચી વચ્ચે વાવાઝોડું ટકરાશે.
15થી 20 ફૂટ ઉંચા ઉછળશે મોજા
સ્કાયમેટે જણાવ્યું કે, વાવાઝોડું ખૂબ નજીક પહોચી ગયું છે. વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે. જ્યારે વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે ત્યારે તેજ હવા ફૂંકાશે. બિપોરજોય વાવાઝોડું માંડવીથી કરાંચી વચ્ચે ટકરાશે. આ દરમિયાન દરિયામાં 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળશે. વૃક્ષો ધરાશાયી થશે, વીજપોલને નુકસાન થશે. વાવાઝોડુ બપોરના સમયે ટકરાશે.