બિપોરજોયનાં કારણે મહારાષ્ટ્રનાં રત્નાગિરી, રાયગઢ, થાણે, પાલઘર અને અન્ય સ્થાનોમાં વરસાદની સંભાવના છે. વાતાવરણમાં પલટો થતાં મુંબઈ એરપોર્ટ પર રન વે બંધ કરાયો છે.
વાવાઝોડું બિપોરજોય ગંભીરરૂપ ધારણ કરી રહ્યું છે જેની અસર મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળી શકે છે. આ કારણે અત્યારથી જ મહારાષ્ટ્રનાં મુંબઈમાં ભરતીનાં ઊંચા મોજાઓ દેખાઈ રહ્યાં છે અને વરસાદ પણ આવી રહ્યો છે. મરીન ડ્રાઈવ ,ગેટવે ઓફ ઈન્ડિયા પાસે દરિયામાં મોજા ઉછળતાં દેખાઈ રહ્યાં છે. મુંબઈ અને પાલઘર જિલ્લામાં 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાને કારણે મુંબઈ એરપોર્ટ પર રન વે બંધ કરાયો અને એર ઈન્ડિયાએ કેટલીક ફ્લાઈટો રદ કરી છે.
- Advertisement -
#WATCH | Maharashtra: High tidal waves witnessed in Mumbai as cyclone #Biparjoy intensified into a severe cyclonic storm.
(visuals from Gateway of India) pic.twitter.com/UrnR0sahtE
— ANI (@ANI) June 12, 2023
- Advertisement -
મહારાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓમાં એલર્ટ
માહિતી અનુસાર બિપોરજોયે અત્યારસુધી મહારાષ્ટ્રમાં લેંડફોલ નથી કર્યું પરંતુ તેની અસર અત્યારથી દેખાવા લાગી છે. આ વાવાઝોડાંનાં ખતરાને લઈને મહારાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓમાં રવિવારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગે ચેતવણી આપતાં કહ્યું કે આ જિલ્લાઓમાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે મધ્યમ વરસાદ આવી શકે છે.
માહિતી અનુસાર મહારાષ્ટ્રનાં અનેક ભાગોમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપથી હવાઓ ચાલી શકે છે અને વરસાદ પણ આવી શકે છે. તેવામાં લોકોને ઘરથી બહાર ન નિકળવા અથવા સાવધાન રહેવા માટે સુચિત કરવામાં આવ્યું છે.
ગુજરાતનાં આ વિસ્તારોમાં બિપોરજોયની થઈ શકે છે અસર
હવામાન વિભાગ અનુસાર કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી સહિત ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.