ચોમાસાને આ વાવાઝોડા સાથે કોઈ લેવાદેવા નથી : ઈંખઉ ડાયરેકટર
બિપરજોય વાવાઝોડું ગુરુવારના રોજ ગુજરાતના દરિયાકાંઠા સાથે ટકરાયું હતું. આ વાવાઝોડાના ટકરાતાની સાથે જ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જો કે, હવે ઈંખઉ અનુસાર, બિપોરજોય નબળું પડતા ’ડીપ ડિપ્રેશન’માં ફેરવાઈ ગયું છે અને આગામી થોડા કલાકોમાં ‘ડિપ્રેશન’માં વધુ નબળું પડવાની સંભાવના છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગુરુવારે વાવાઝોડું ત્રાટક્યા બાદ ’અત્યંત ગંભીર’ શ્રેણીમાંથી ઘટીને ’ગંભીર’ થઈ ગયું છે.
- Advertisement -
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, વાવાઝોડું ’ડીપ ડિપ્રેશન’માં નબળું પડી ગયું છે અને આગામી 12 કલાકમાં તે વધુ નબળું પડીને ‘ડિપ્રેશન’માં પરિવર્તિત થવાની સંભાવના છે.
ANI સાથેની વાતચીતમાં ઈંખઉના ડાયરેક્ટર જનરલ ડો. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં નબળું પડી ગયું છે. તે પૂર્વ-ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની આજુબાજુના વિસ્તારોમાં એક કે બે જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડાને કારણે માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ વરસાદ પડી રહ્યો છે. ચોમાસાને આ વાવાઝોડા સાથે કોઈ લેવાદેવા નથી’.