બોમ્બે હાઈકોર્ટે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા અને અન્યો પાસે પોતાની પુત્રીના મોત માટે કોવિશિલ્ડ રસીને જવાબદાર ઠેરવતા એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જવાબ માંગ્યો છે અને રસી કંપની પાસેથી 1000 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. અરજદાર દિલીપ લુણાવતે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને પણ આ કેસમાં પક્ષકાર બનાવ્યા છે.
હાઈકોર્ટે 26 ઓગસ્ટના રોજ નોટિસ ફટકારી
બિલ ગેટ્સ ફાઉન્ડેશનને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) સાથે ભાગીદારી કરી હતી. ન્યાયાધીશ એસ વી ગંગાપુરવાલા અને માધવ જામદારની ડિવિઝન બેંચે 26 ઓગસ્ટે આ અરજી પર તમામ ઉત્તરદાતાઓને નોટિસ ફટકારી હતી અને તેમનો જવાબ માંગ્યો હતો. હવે આ મામલે વધુ સુનાવણી 17મી નવેમ્બરે હાથ ધરાશે.
- Advertisement -
નોટીસમાં શું કહેવામાં આવ્યું
દિલીપ લુણાવતે તેમની અરજીમાં, “કોવિડ-19 રસી વિશેના તથ્યોને તેની સલામતી વિશે ખોટા દાવા કરીને અને તબીબી પ્રેકટીસ કરનારને રસી લેવા માટે ‘મજબૂર’ કરવા બદલ સરકાર અને અન્ય લોકોને દોષી ઠેરવ્યા હતા.” આ અરજીમાં એક સમાચારના પ્રકાશિત ભાગને ટાંકવામાં આવ્યો હતો જ્યાં DCGI એ દાવો કર્યો હતો રસી સલામત છે. તેમાં લખ્યું હતું કે, “અમે ક્યારેય કંઈપણ મંજૂર આપશું નહીં જો તેમાં સહેજ પણ સલામતીની ચિંતા હોય. રસી 110 ટકા સલામત છે.”
રસી બાદ સાઈડ ઈફેક્ટ થયા
અરજદારે કોર્ટમાં દાવો કર્યો હતો કે તેમની પુત્રી સ્નેહલ લુનાવત એક તબીબી વિદ્યાર્થીની હતી અને તે આરોગ્ય કાર્યકર હોવાથી 28 જાન્યુઆરી, 2021 ના રોજ નાસિકમાં તેની કોલેજમાં એસઆઈઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોનાવાયરસ રસી કોવિશિલ્ડ લેવાની ફરજ પાડી હતી. અરજી અનુસાર, થોડા દિવસો બાદ સ્નેહલને સખત માથાનો દુખાવો અને ઉલટી થવા લાગી હતી, જેના પગલે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સ્નેહલનું 1 માર્ચ, 2021 ના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે હોસ્પિટલના ડોકટરોએ તેના મગજમાં રક્તસ્ત્રાવ થતો હોવાનું જણાવ્યું હતું. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મૃત્યુનું કારણ કોવિડ રસી કોવિશિલ્ડની આડઅસર છે.
1000 કરોડનું વળતર માગ્યું
2 ઓક્ટોબર, 2021 ના રોજ કેન્દ્ર સરકારની પ્રતિકૂળ ઘટનાઓ પછીની ઘટનાઓ પરની સમિતિ (એઇએફઆઈ) દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલના આધારે કરવામાં આવી છે, જેમાં અહેવાલ મુજબ સ્વીકાર્યું હતું કે કોવિશિલ્ડ રસીની આડઅસરને કારણે તેમની પુત્રીનું મોત નીપજ્યું હતું. અરજીમાં મૃતકના પરિવારે એસઆઈઆઈ પાસેથી 1000 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે.