પવિત્ર શ્રાવણ માસના આગમને બીલીપત્ર વીશે કંઇક જાણીએ…
તેના મૂળ પાન અને છાલ સહિત સઘળું ગુણકારી છે
- Advertisement -
આપણાં સહુનો પ્રિય શ્રાવણ માસ ફરીને આવી ગયો છે ત્યારે મહાદેવજીની સાથે બીલીપત્રને પણ યાદ કરી લઈએ.
દેવાધિદેવ મહાદેવને ધરવામાં આવતી પ્રત્યેક ચીજનો આપણે અર્ધ્યમાં ઉપયોગ કરી જ ચૂક્યા હોઈએ પરંતુ આ તમામ ચીજો અદભૂત ઔષધીય ગુણો ધરાવતી હોવાની દરેકને જાણ હોતી નથી. તે માંહે આજે બીલીપત્ર અને થોડી વાત કરીએ. પ્રાકૃતિક ચિકિત્સામાં બીલીપત્ર અને પારિજાતના પાનની મિક્સ ચટણીનો બહોળો ઉપયોગ થાય છે. બીલીપત્ર બહુ ઓછાં ભાવે સહેલાઈથી ઉપલબ્ધ હોય છે. તેના પાન મૂળ અને ફળ નું સેવન અનેક રોગોમાં સારા પરિણામ આપે છે.
તે વાત પિત્ત અને કફ દોષનો નાશ કરે છે. ત્વચાના રોગ અને ડાયાબીટીસમાં પણ ઘણું સારું કામ કરે છે. તે બ્લડ પ્રેસરમાં ખૂબ જ મદદરૂપ પુરવાર થાય છે.
- Advertisement -
તે ભૂખ જગાડે છે, પાચન કરે છે, તે ખોરાક માટે ચાહત પેદા કરે છે. તે મળ ને બાંધવાનું કામ કરે છે. તેના ફળ સ્વાદમાં કડવાં અને તૂરાં, ગરમ, દીપન, પાચન, પચવામાં થોડા ભારે તેમજ આમવાત, સંગ્રહણી, કફ અને અતિસારનો ઈલાજ કરે છે. તેના મૂળ અને છાલ જ્ઞાનતંતુના રોગમાં સળાહપ્રદ છે. તે હૃદયના ધબકારા વધી જવાની સ્થિતિમાં તેને નિયમિત કરે છે. બીલીપત્ર ની ચટણી અનિંદ્રા અને ઉન્માદમાં ખુબ જ લાભદાયક છે.તેના આ પાન ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદો આપે છે.આ માટે તેના તાજા પાનના રસનો ઉપયોગ કરવો.
બેથી ત્રણ ચમચી જેટલો આ રસ સાકર નાખી પીવાથી રક્તસ્ત્રાવ બંધ થાય છે. કેમેય રુઝાતા ન હોય ગંધાતા હોય તેવા ચાંદા પર બીલીપત્ર વાટી પેસ્ટ બનાવી લગાડવાથી ચાંદાં મટી જાય છે.
ગરમીના દિવસોમાં નિયમિત રીતે બીલાનું શરબત પીવાથી આંતરડાં મજબૂત બને છે, પાચન સુધરે છે. પાચનશક્તિ સારી રાખવા માટે તે એક વરદાન છે. હૃદય રોગના તમામ દર્દીઓ માટે બીલીપત્રનો ઉપયોગ લાભદાયી છે. બીલીપત્રનો તાજો ઉકાળો હૃદય મજબૂત કરે છે, હાર્ટ એટેકનું જોખમ ટાળે છે,શ્ર્વસન નિયમિત કરે છે. જો શરીરમા વધતી ગરમીના કારણે અથવા તો મોંમાં ગરમી થવાના કારણે તેમા ચાંદા પડી ગયા હોય તો બીલીપત્રના પાન ચાવવાથી ખૂબ રાહત મળે છે અને ચાંદાની સમસ્યાથી એ કાયમ માટે છૂટકારો મળે છે, પેટમાં કે આંતરડાંમા કીડા થવા કે પછી બાળકોને ઝાડા થયા હોય તો બીલીપત્રનો રસ કાયમી રૂપનો ફાયદો કરે છે. મધુમાખી કે અન્ય જીવાત કરડી જાય ત્યારે બળતરા થાય છે, આ સ્થિતિમાં ડંખ પર બીલીપત્રનો રસ લગાડવાથી તત્કાલ રાહત મળે છે. બીલીપત્ર સૂકવી તેનો પાઉડર બનાવી અર્ધી ચમચી ત્રિફળાના ચૂર્ણ સાથે રાત્રે હુંફાળા પાણી સાથે લેવાથી કિડની પરના સોજામાં રાહત મળે છે. બીલીપત્રનો રસ ગરમ પાણીમાં મિક્સ કરી પીવાથી રક્ત શુધ્ધ થાય છે…