કમલ હસને પણ કરી ટ્વીટ
હિજાબ વિવાદ પર અભિનેતામાંથી નેતા બનેલા મક્કાલ નિધિ મય્યમના અધ્યક્ષ કમલ હસને પણ ટ્વીટ કરી. તેમણે લખ્યું કે પાડોશી રાજ્ય કર્ણાટકમાં જે પણ થઈ રહ્યું છે તે તમિલનાડુમાં ન થવું જોઈએ. રાજ્યમાં પ્રગતિશીલ તાકાતોએ આવા સમયમાં વધુ સાવધ રહેવું જોઈએ.
ટ્વીટમાં ‘લડકી હું લડ સકતી હું’નો પણ ઉલ્લેખ કર્યો
શાળા અને કોલેજોમાં મુસ્લિમ યુવતીઓના હિજાબ પહેરવા અંગે કર્ણાટકમાં શરૂ થયેલો વિવાદ હવે તૂલ પકડી રહ્યો છે. આ વિવાદમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આ મહિલાઓનો અધિકાર છે કે તેઓ શું પહેરવા ઈચ્છે છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને હિજાબ વિવાદ પર પોતાનો મત રજૂ કર્યો અને લખ્યું કે બિકિની હોય, ઘૂંઘટ હોય કે જીન્સ કે પછી હિજાબ. મહિલાઓનો તે હક છે કે તેઓ શું પહેરવા ઈચ્છે છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વધુમાં લખ્યું કે મહિલાઓને આ અધિકાર બંધારણ તરફથી અપાયો છે. મહિલાઓનું ઉત્પીડન બંધ કરવામાં આવે. આ સાથે જ તેમણે પોતાની ટ્વીટમાં લડકી હું લડ સકતી હુંનો પણ ઉલ્લેખ કર્યો.
- Advertisement -
જેના પર રાહુલ ગાંધીએ પણ પ્રિયંકાનો સપોર્ટ કર્યો અને તેમના ટ્વીટ પર થમ્સ અપ કમેન્ટ કરી.