લોકલ ક્રાઈમ બ્રાન્ચે બે બાઈક ચોરને મુદ્દામાલ સાથે ઝડપી લીધા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં બાઈક ચોરીના બનાવોમાં વધારો થતા નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે.જે.જાડેજા, જે.વાય.પઠાણ, સંજયભાઈ પાઠક, પ્રવીણભાઈ કોલા, પ્રતાપસિંહ રાઠોડ, દશરથભાઈ રબારી સહિતનાઓ દ્વારા બાઇક ચોરી અંગે તપાસ હાથ ધરી હતી જેમાં વિશ્વાસ ઉર્ફે સચિન મુકેશભાઈ સોલગામા રહે: વડોદ (વઢવાણ) વાળાને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાંથી ચોરી થયેલ બાઈક કિંમત 50 હજારના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે દિલીપભાઈ ઉર્ફે કૂકો ઉર્ફે પાયો લવિંગભાઈ મંદુરીયા રહે: ભૃગુપુર (ચૂડા) વાળાને સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી છોટી કરેલ બાઇક કિંમત 30 હજાર રૂપિયા સાથે ઝડપી બંને વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.