જિલ્લા LCBએ બાઇક ચોરીનાં અનેક ગુના ઉકેલ્યાં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં વધારો થતો નજરે પાડી રહ્યો છે શિયાળાની ગુલાબી ઠંડી વધતા જ ચોર ઈસમો ચોરીનો મનસૂબો પાર પડી રહ્યા છે.
- Advertisement -
ત્યારે ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ વિસ્તાર પર આવેલ બીકના શો રૂમમાં ગત દિવસ દરમિયાન ચોરીની ઘટના બની હતી કોઈ ચિર ઈસમ શો રૂમમાંથી એક,બે નહિ પરંતુ 12 બાઈક ઉઠાવી ગયા હતા. જ્યારે આ બાઈક ચોરી થયાની વાત શો રૂમના સંચાલકને થઈ ત્યારે તુરંત સ્થાનિક પોલીસનો સંપર્ક કરાયો હતો જ્યારે એક સાથે 12 બાઈક ઉઠાંતરી થવાના આ કેશમાં જિલ્લા એલ.સી.બી પણ તપાસમાં લાગી ગઈ હતી જેમાં એલ.સી.બી ટીમના પ્રતાપસિંહ રાઠોડ દ્વારા અંગત બાતમીદારો પાસેથી મળેલ બાતમીના આધારે ધ્રાંગધ્રા સબ જેલ નજીકથી ગૌતમભાઈ વિજયભાઈ મકવાણા રહે: આંબેડકરનગર, ધ્રાંગધ્રા વાળાને એક બાઈક સાથે ઝડપી તેની આગવી ઢબે પૂછપરછ કરતાં અન્ય 11 બાઈક જુદી જુદી જગ્યાએ આપ્યા હજકેનો ઘટસ્ફોટ કર્યો હતો. જ્યારે એલ.સી.બી સ્ટાફે તમામ 12 બાઈક કિંમત 9.16 લાખના કબ્જે કરી શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.