મોરબી તાલુકા પોલીસે સાપર ગામ નજીકથી બાઈકચોર શખ્સને દબોચી લીધો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકા પોલીસે સાપર નજીકથી એક બાઇક ચોરને ચોરાઉ બાઇક સાથે ઝડપી પાડ્યો હતો જેને મોરબી અને કચ્છ જીલ્લામાંથી કુલ 9 બાઇકની ચોરી કર્યાની કબૂલાત આપતા તાલુકા પોલીસે આ તમામ ચોરાઉ બાઈક કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસની ટીમ સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હતી તે દરમિયાન જયંતિભાઇ પ્રભુભાઇ બાડા (ઉ.વ. 27, રહે. ભીમાસર (ભુટકીયા), તા. રાપર, જી. કચ્છ-ભૂજ) નામનો શખ્સ કાળા કલરનું નંબર પ્લેટ વગરનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈ નીકળતા આ મોટરસાયકલ ચાલકને વાહનના આર.ટી.ઓ. ને લગત કાગળો તથા આર. સી. બુક બાબતે પુછતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા એન્જીન નંબર સર્ચ કરતા આ મોટર સાઈકલ જીજે-03-એઆઈ-9490 વાળું જે સુનિલ કાંતિલાલ મિરાણી (રહે. એવન્યુપાર્ક, મોરબી) ની માલિકીનું હોવાનું જાણવા મળ્યું હતું જેથી આ શખ્સની સઘન પુછપરછ કરતા પોતે આ મોટરસાયકલ ચોરી કરીને મેળવેલ હોય તેમજ આ મોટર સાયકલ સિવાય અન્ય બીજા 8 મોટર સાયકલો પણ કચ્છ જીલ્લામાં અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલાની કબુલાત આપી હતી જેથી પોલીસે તમામ બાઈક કબ્જે કરીને આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ
ૂધરી હતી.