લગભગ 3 દાયકાથી નીતિશ કુમારના ખાસ રહેલા આરસીપીના રાજીનામાંથી બિહારના રાજકારણમાં મોટા ઉલટફેર થઈ શકે છે. આજે સત્તા પક્ષ અને વિપક્ષની વચ્ચે એક મોટી બેઠક થઈ રહી છે, જે બાદ ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે.
બિહારના રાજકારણમાં હાલ તો સૌ કોઈની નજર એ બેઠક પર છે, જ્યાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ તરફથી પોતાના ધારાસભ્યો તેમાં જોડાવાના છે. જેમાંથી રાજ્યના સમીકરણો બદલવાની પુરેપુરી શક્યતા છે. જેડીયુ અને ભાજપની વચ્ચે ખટાશ આવતા આરજેડી ધારાસભ્યો અને નેતા પટનામાં લાલૂ પ્રસાદ યાદવના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. મોટી વાત એ છે કે, મીટિંગ રૂમની બહાર તમામ ધારાસભ્યોના મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે, કોઈ અંદર મોબાઈલ લઈ જઈ શકશે નહીં. જેડીયૂ ધારાસભ્યોની બેઠક આરસીપી સિંહને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા બાદ તેના કેવા પરિણામો આવશે, તેને લઈને ચર્ચા થઈ રહી છે.
- Advertisement -
આ અગાઉ ગઈ કાલે નીતિશ કુમારના વિશ્વાસુ ગણાતા રાજ્યના મંત્રી વિજય કુમાર ચૌધરીએ જેડીયૂના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહના રાજીનામાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મને એનડીએમાં કોઈ સંકટ દેખાતું નથી. મુખ્યમંત્રીએ પોતાનો જનતા દરબાર કાર્યક્રમ આયોજીત કર્યો હતો. જેમાં ભારીતય જનતા પાર્ટીના કેટલાય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
Bihar | RJD MLAs & leaders arrive at the residence of party chief Lalu Prasad Yadav, in Patna. The party will hold a meeting at 11 am today amid reports of rifts b/w JD(U) & BJP in the state.
Mobile phones of all MLAs are being kept outside the meeting room. pic.twitter.com/DFZP54bOvp
- Advertisement -
— ANI (@ANI) August 9, 2022
ત્રણ દાયકાથી નીતિશના ખાસ રહ્યા છે આરસીપી સિંહ
બિહાર વિધાનસભામાં પૂર્વ અધ્યક્ષ ચૌધરી પાસે હાલમાં રાજ્ય મંત્રીમંડળમાં સંસદીય બાબતોનો વિભાગ છે. ચૌધરીએ કહ્યું કે, વરિષ્ઠ નેતાઓ પાર્ટીમાં પોતાના લાંબા કાર્યકાળ દરમિયાન કેટલાય સભ્યો સાથે સંબંધ બનાવ્યા હશે. હવે જ્યારે તેમનું સ્પષ્ટીકરણ માગ્યા બાદ તેમણે રાજીનામું આપી દીધું છે, તો એ જાણવું જરૂરી છે કે, અન્ય વરિષ્ઠ નેતાઓને કેવી રીતે જોવામાં આવે છે. આજની બેઠકમાંથી એ સ્પષ્ટ થઈ જશે. આરસીપી સિંહ લગભગ 3 દાયકાથી નીતિશ કુમારના ખાસ રહ્યા છે.
બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે પણ નીતિશ કુમાર સાથે નવેસરથી ગઠબંધનને લઈને મીડિયા પર થતી અટકળોને લઈને કહ્યું કે, અમારી પાસે આવો કોઈ પ્રસ્તાવ નથી, ન તો અમને કોઈ વાત કરવામાં આવી છે.