પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડી પાડી કુતિયાણા પોલીસને સોંપ્યો
ખાસ-ખબર ન્યૂઝ કુતિયાણા
- Advertisement -
કુતિયાણા પંથકમાં વર્ષ 2015માં સગીરાનું અપહરણ કરનાર બિહારનો ઈસમ છેલ્લા દસ વર્ષથી નાસતો ફરતો હતો. પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીમાં મજૂરી કરતા ઇસમને ઝડપીને કુતિયાણા પોલીસને સોંપી દીધો છે. કુતિયાણા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 363, 366, 376, 114 તથા પોકસો એક્ટની કલમ 4, 6 અને 8 હેઠળ ગુનો નોંધાયો હતો. અનુપમ બીલાસ પાસવાન (રહે. સુખાની ગામ, કિશનગંજ, મેધપુર, બિહાર)એ સગીરાને અપહરણ કરીને પોતાના વતન લઈ ગયો હતો. તે સમયે પોરબંદર પોલીસે સગીરાને બચાવી લાવી હતી. સગીરાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપીએ વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જુનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા તથા પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાએ ફરાર આરોપીની ધરપકડ કરવા ખાસ સૂચના આપી હતી. એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરાએ કેસ કાગળોનું અધ્યયન કરી જરૂરી માહિતી મેળવી. ટેકનિકલ સર્વેલન્સથી માલૂમ પડ્યું કે આરોપી અનુપમ પાસવાન દિલ્હીમાં મજૂરી કરે છે. જેના આધારે એ.એસ.આઈ. મુકેશભાઈ માવદીયા, એ.એચ.સી. વિરેન્દ્રસિંહ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરાની ટીમે દિલ્હી જઈને તપાસ કરી. ત્યાં આરોપી અનુપમ બીલાસ પાસવાન (ઉંમર 30) મળી આવ્યો. તેને કસ્ટડીમાં લઈ કુતિયાણા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. સમગ્ર કામગીરીમાં એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયા, એ.એસ.આઈ. રાજેન્દ્રભાઈ જોષી, બટુકભાઈ વિંઝુડા, ગોવિંદભાઈ મકવાણા, રણજીતસિંહ દયાતર, મુકેશભાઈ માવદીયા, હેડ કોન્સ્ટેબલ ઉદયભાઈ વરૂ, સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ ઝાલા, વિરેન્દ્રસિંહ પરમાર, લક્ષ્મણભાઈ ઓડેદરા, હીમાંશુભાઈ મક્કા, ફુલદીપસિંહ દાસા, વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ, ડ્રાઈવર-કોન્સ્ટેબલ ગોવિંદભાઈ માળીયા તથા રોહિતભાઈ વસાવા સહિતનો સ્ટાફ જોડાયો હતો.