નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના સર્વે મુજબ ઓનલાઇન ગેમ્સ રમવામાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બીજા સ્થાને
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઓનલાઈન ગેમ રમવામાં બિહાર દેશમાં પ્રથમ ક્રમે છે. રાજ્યમાં 78.65 ટકા કિશોરો ઓનલાઈન ગેમ્સ રમે છે, જેમાં મોટાભાગનાં 7 વર્ષથી 17 વર્ષની વયનાં બાળકોનો સમાવેશ થાય છે. આ બાળકો 24 કલાકમાં 7 થી 8 કલાક ગેમ રમવામાં વિતાવે છે. આ બાબતો નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના સર્વે રિપોર્ટમાં સામે આવી હતી. આ સર્વે જુલાઈ થી ઓગસ્ટ 2024 દરમિયાન કરવામાં આવ્યો હતો.
- Advertisement -
યુપી અને મહારાષ્ટ્ર દેશમાં બીજા સ્થાને છે. આ બે રાજ્યોના 75 ટકા બાળકો ઓનલાઈન ગેમ રમે છે. રાજ્યનાં બે લાખ બાળકો પર આ સર્વે કરાયો હતો. બાળકોને એક પ્રશ્નાવલી ભરવા માટે આપવામાં આવી હતી, જેમાં તેઓએ તેમનાં વિચારો વ્યક્ત કર્યા હતાં. બે લાખ બાળકોમાંથી 1 લાખ 79 હજાર બાળકો નિયમિતપણે દરરોજ 7 થી 8 કલાક ઓનલાઇન ગેમ્સ રમે છે.
મોટાભાગનાં લોકો આ માટે રાત્રિનો સમય પસંદ કરે છે જ્યારે કોઈ તેમને પરેશાન કરતું નથી. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે આ રિપોર્ટ તમામ રાજ્યનાં બાળ સુરક્ષા આયોગને મોકલી આપ્યો છે. આ મુજબ શાળાઓ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવાની સલાહ પણ આપવામાં
આવી છે.
ઑનલાઇન રમતોમાં સમય ગુમાવે છે. આવી સ્થિતિમાં 20 ટકા બાળકો એવાં છે જેઓ ઘણી વખત તેમની શાળાની પરીક્ષા પણ ચૂકી ગયાં હતાં . 48 ટકાથી વધુ બાળકો એવાં છે કે જેઓ દેવામાં ડૂબી ગયાં છે. તે લોન લે છે અને રમતો રમે છે. ગેમની લતને કારણે 45 ટકાથી વધુ બાળકો માત્ર એક વર્ષમાં કાઉન્સેલર સુધી પહોંચી ગયાં હતાં. માતા-પિતાને તેની જાણ થાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે અને પછી વાલીઓ તેમને કાઉન્સેલર પાસે લઈ જાય છે. મનોવૈજ્ઞાનિક ડો. બિંદા સિંઘે જણાવ્યું હતું કે ઓનલાઈન ગેમ્સ રમવાને કારણે બાળકોમાં માનસિક તણાવ વધી રહ્યો છે. આ એક પ્રકારનું વ્યસન છે, માટે બાળકોને બહાર રમવા માટે પ્રેરિત કરવાની જરૂર છે.
- Advertisement -
બ્લુ વ્હેલ ચેલેન્જ, ચોકીંગ ગેમ, ગૈલર ચેલેન્જ, સિનામન ચેલેન્જ, ટાઈડ પોડ ચેલેન્જ, અગ્નિ પરી, મરિયમ ગેમ, ફાઈવ ફિંગર ફિલેટ, સોલ્ટ એન્ડ આઈસ ગેમ અને ચાર્લી ચાર્લી વગેરે ગેમ બાળકો માટે ખતરનાક સાબિત થાય છે.
સર્વેમાં આ બાબતો સામે આવી
50 ટકા બાળકો માનસિક તણાવમાં છે તેઓ રમતોમાં નિષ્ફળતાથી ચિંતિત છે.
સતત બેસી રહેવાથી પીઠ, માથું અને ખભામાં દુખાવો થાય છે.
બાળકો ઓનલાઈન ગેમ્સના કારણે દેવામાં પણ ફસાય રહ્યાં છે.