નીતિશ કુમાર ફરી એકવાર જેડીયુના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ રીતે તેમના 10મી વખત બિહારના સીએમ બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
જ્યારે બીજી બાજુ ભાજપની પટણામાં ચાલી રહેલી ધારાસભ્ય દળની બેઠકમાં ધર્મેન્દ્ર પ્રધાન સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં બે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. ગત સરકારમાં બે ડેપ્યુટી સીએમ રહેલા ભાજપના નેતા સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાને ફરી વખત ડેપ્યુટી સીએમનું પદ આપવા મંજૂરી આપી દેવામાં આવી છે. આ નિર્ણય ભાજપની બેઠકમાં લેવાયો છે. આ સાથે હવે નીતિશ કુમાર ફરી એકવાર બિહારના સીએમ બનશે તે નક્કી થઇ ગયું છે. તે આવતીકાલે 10મી વખત બિહારના સીએમ તરીકે શપથ લેશે.
- Advertisement -
ભાજપ તરફથી બે ડેપ્યુટી સીએમ
ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં સમ્રાટ ચૌધરીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ સાથે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામને ડેપ્યુટી સીએમ તરીકે ફાઈનલ કરી દેવામાં આવ્યા છે.
શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી હાજરી આપશે
- Advertisement -
માહિતી અનુસાર એવી ચર્ચા છે કે બિહારના સીએમના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી પણ આવતીકાલે હાજરી આપી શકે છે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી પણ હાજરી આપે તેવું નક્કી મનાઈ રહ્યું છે. આવતીકાલે 11:30 વાગ્યે શપથ સમારોહ યોજાશે.




