દુબઈથી વાસેપુરના કુખ્યાત પ્રિન્સ ખાનના નામે મંદિરના મેનેજમેન્ટને પત્ર મળ્યો
અહીં આવેલ મહાબોધી મંદિરને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી આપી છે. દુબઈમાં છુપાયેલ ઝારખંડ રાજયના કુખ્યાત અપરાધી વિકકીએ મહાબોધી મંદિરને બોમ્બથી ઉડાડવાની ધમકી આપી છે. બોધગયા મંદિર સમીતીને આ ધમકી પત્રથી મળી છે.
- Advertisement -
મહાબોધી મંદિરને બોમ્બથી ઉડાડવાની ધમકી મળ્યા બાદ બિહાર, ઝારખંડ અને દિલ્હી સહિત અન્ય રાજયોની પોલીસ એકટીવ થઈ ગઈ છે.ધમકી ઝારખડના ધનબાદ જિલ્લાના વાસેપુરનો કુખ્યાત અપરાધી પ્રિન્સ ખાને આપી છે. ધમકી બાદ પોલીસની એક ટીમે ધનબાદ પહોંચીને પ્રિન્સ ખાનના ઘરમાં દરોડો પાડીને પુરી તલાશી લીધી હતી.
ઝારખંડનો આ અપરાધી હાલ દુબઈમાં છુપાયો હોવાની ખબર છે. જો કે હજુ એ વાતની પુષ્ટી નથી થઈ કે ધમકીભર્યો પત્ર પ્રિન્સ ખાને જ મોકલ્યો છે કે તેના નામે અન્ય કોઈએ. ઉલ્લેખનીય છે કે પ્રિન્સ ખાન વેપારીઓને ડરાવી-ધમકાવીને ખંડણી ઉઘરાવતો હતો. હત્યાના આરોપમાં પણ તે વોન્ટેડ છે.