બિહારની રાજધાની પટનાના હથુઆ માર્કટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભિષણ હતી કે જોત-જોતામાં કેટલીય દુકાનોને પોતાના ઝપેટમાં લઇ લીધી. આગ લાગવાના સમાચાર પ્રસરતા જ વિસ્તારમાં ભાગદોડ મચી ગઇ હતી. આગની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની એક ડઝનથી વધારે ગાડીઓ ઘટનાસ્થળે ધસી આવી હતી અને આગ બુઝાવવા માટે પ્રયાસો કર્યો હતા. આગ એટલી ભયંકર રીતે ફેલાઇ હતી કે, તેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડને ઘણી મુશ્કેલી પડી.
- Advertisement -
બિહારમાં વરસાદના કારણે ખરાબ વાતાવરણ હોવાથી વિજળી પડવાની ઘટના બની હતી. માર્કટમાં રહેલી બાઇક પર વિજળી પડતા તેમાં આગ લાગી હતી, અને આગ ફલાઇ ગઇ હતી. આ ઘટનાના કારણે પટનામાં ઘણું નુકશાન થયું છે.
સ્થાનીક લોકોનું કહેવું છે કે, આગ ખરાબ મોસમના કારણે વિજળી પડવાથી લાગી છે. પરંતુ, પ્રશાસનની તરફથી વિજળી પડવાના કારણે આગ લાગી છે, તેની પુષ્ટિ કરવામાં આવી નથી. જો કે આ આગમાં કોઇ વ્યક્તિને નુકશાન પહોંચ્યું હોય તેવા સમાચાર મળ્યા નથી.
Bihar | A fire broke out in the Hathwa market located under the Pirbahore police station area, Patna. Fire tenders are present at the spot. More details awaited pic.twitter.com/uwhUiJYyZa
- Advertisement -
— ANI (@ANI) June 30, 2022