હોર્મુઝની સામુદ્રધુની ખુલતા સપ્લાય ચેઈનનું જોખમ ટળ્યું : ઈન્ડિગો અને એશિયન પેઈન્ટ્સ સહિતના ક્રૂડ-સેન્સિટિવ શેરોમાં 10% સુધીનો ઉછાળો : ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને ફર્ટિલાઈઝર સેક્ટરમાં લેવાલી: બજારમાં તેજીનો કરંટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
- Advertisement -
અમેરિકા અને ઈરાન વચ્ચે છ સપ્તાહથી ચાલી રહેલા સંઘર્ષમાં બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત થતા વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ તેલની કિંમત ઘટીને 95 ડોલરપ્રતિ બેરલ થઈ ગઈ છે. આ શાંતિ સમજૂતીને પગલે હોર્મુઝની સામુદ્રધુની (જિફિંશિં જ્ઞર ઇંજ્ઞળિીુ) ફરીથી સુરક્ષિત નેવિગેશન માટે ખોલવામાં આવતા સપ્લાય ખોરવાવાનું જોખમ દૂર થયું છે. આ સમાચારની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે અને ક્રૂડ સાથે સંકળાયેલા ક્ષેત્રોના શેરોમાં ભારે ઉછાળો નોંધાયો છે.
પશ્ચિમ એશિયામાં મોટો ઓર્ડર બુક ધરાવતી કંપની લાર્સન એન્ડ ટુબ્રો (કઝ) ના શેરમાં 7 ટકાથી વધુનો વધારો થયો છે. અદાણી પોર્ટ્સ પણ ઈઝરાયેલના હાઈફા પોર્ટમાં હિસ્સેદારીને કારણે 7 ટકા વધ્યો છે. આ ઉપરાંત, કાચા માલના ખર્ચમાં ઘટાડો થવાની આશાએ એશિયન પેઈન્ટ્સ 5 ટકા અને બર્જર પેઈન્ટ્સ 3 ટકા ઉછળ્યા છે. ગેસ વિતરણ કંપનીઓ જેવી કે આઈજીએલ, મહાનગર ગેસ અને ગુજરાત ગેસમાં પણ 4 થી 5 ટકાનો વધારો નોંધાયો છે.
ખાતર બનાવતી કંપનીઓ જેવી કે આરસીએફ, પરાદીપ ફોસ્ફેટ્સ અને નેશનલ ફર્ટિલાઈઝર્સમાં 4 ટકા સુધીનો વધારો થયો છે. જોકે, ક્રૂડના ભાવ ઘટવાથી ઓએનજીસી (ઘગૠઈ) અને ઓઈલ ઈન્ડિયા જેવી ઉત્પાદક કંપનીઓના શેરમાં 2 થી 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
જીઓજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડો. વી.કે. વિજયકુમારે જણાવ્યું કે, હોર્મુઝ સામુદ્રધુની ખુલવાથી બજારમાં ફરી બુલિશ ટ્રેન્ડ જોવા મળશે. તેમણે વધુમાં ઉમેર્યું કે આનાથી રૂપિયો મજબૂત થશે અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (ઋઙઈંત) ફરીથી ભારતીય બજારમાં ખરીદી શરૂ કરી શકે છે. પાકિસ્તાનના રાજદ્વારી પ્રયાસો બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય હુમલાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે આ વૈશ્વિક રાહત
મળી છે.
ક્રૂડના ભાવ ઘટતા એવિએશન સેક્ટરને સૌથી વધુ ફાયદો થયો છે. ઈન્ડિગો (ઈંક્ષમશૠજ્ઞ)ના શેરમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને તે 4,695 રૂપિયા પર પહોંચ્યો છે. એ જ રીતે સ્પાઈસ જેટ, બીએલએસ ઈન્ટરનેશનલ અને હોટલ ઉદ્યોગના શેરોમાં પણ રાહત જોવા મળી છે. રિફાઈનિંગ કંપનીઓ જેવી કે ઇંઙઈક, ઇઙઈક અને ઈંઘઈકના શેરોમાં 5 થી 7 ટકાની તેજી જોવા મળી છે, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 3 ટકા વધ્યો છે.
ચાંદીના ભાવમાં રૂા.12000નો ઉછાળો: સોનામાં રૂા.3000 વધ્યા
પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામને કારણે આજે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ખઈડ પર શરૂઆતના કારોબારમાં સોનાના ભાવમાં રૂા.3,000 થી વધુનો ઉછાળો આવ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં રૂા.12,000 થી વધુનો વધારો થયો છે. મંગળવારે શરૂઆતમાં, રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે આપવામાં આવેલી સમયમર્યાદા પહેલા રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. આનાથી કિમતી ધાતુઓની ખરીદી પર અસર પડી હતી. ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશન અનુસાર, સોનું હવે ઘટીને રૂા.1.53 લાખ પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. ચાંદીના ભાવ પણ ઘટીને રૂા.2.40 લાખ પ્રતિ કિલો થયા છે.
વધુમાં, ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ઈંઇઉંઅ) અનુસાર, મંગળવારે બજાર બંધ થતાં સુધીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને રૂા.1,47,790 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો હતો. આમાં 3% ૠજઝ અને મેકિગ ચાર્જનો સમાવેશ થતો નથી.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (ખઈડ) પર, સોનાના વાયદાના ભાવમાં 0.35% (મંગળવારે રાત્રે 11:07 વાગ્યા સુધી) અથવા રૂા.525નો વધારો થયો. આ વધારા સાથે, તે રૂા.1,50,506 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થયો. ચાંદીના ભાવમાં 0.68% (રૂા.1,579 સુધી)નો ઘટાડો થયો. તે રૂા.2,31,800 પ્રતિ કિલોગ્રામ પર ક્વોટ થઈ રહ્યો હતો.
ગુડ રિટર્ન ડેટાની વાત કરીએ તો, 24 કેરેટ સોનાનો ભાવ હવે રૂા.1,49,840 પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 1,37,350 રૂપિયા પર બંધ થયું છે. ચાંદી 2,50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.



