-40-45 વાહનોમાં આવેલા 500થી વધુ લોકો: સેકન્ડ ઈન્ડીયન રિઝર્વ બટાલીયનનું પુરૂ શસ્ત્રાગાર લુટી ગયા: અત્યંત સુરક્ષિત ક્ષેત્રમાં ઘટના
સરહદી રાજય મણીપુરમાં હિંસા રોકવાનું નામ લેતી નથી અને ફરી એક વખત રાજયના વિષ્ણુપુર જીલ્લામાં મૈતેઈ સમુદાયના દેખાવકારો અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં 3 લોકો માર્યા ગયા છે અને અનેક ઘવાયા છે તો બીજી તરફ ફરી એક વખત કુકી સમુદાયના ગામો પર થયેલ હુમલામાં અનેક ઘરોને આગ ચાપવામાં આવી હતી અને લુટ ચલાવાઈ હતી.
- Advertisement -
બીજી તરફ વિષ્ણુપુર ક્ષેત્રમાં હાઈસિકયોરીટી ક્ષેત્રમાં આવેલા સેક્ધડ ઈન્ડીયન રીઝર્વ બટાલીયનના હેડકવાટર પર 500 લોકોના ટોળાએ હુમલો કરી મોટી સંખ્યામાં શસ્ત્રો તથા કારતૂસો લુટી ગયા હતા. આરોપને પાછળ ધકેલવા 327 રાઉન્ડ ગોળીબાર તથા ટીયરગેસના 20 શેલ છોડવામાં આવ્યા હતા પણ તે નાઅસર સાબીત થાય છે પરંતુ 298 રાઈફલ ઉપરાંત લાઈટ મશીન ગન, મોર્ટાર, ગ્રેનેડ તથા 16000 રાઉન્ડ કારતૂસ લુટીને નાસી ગઈ હતી. તા.3 માર્ચથી હિંસા ફાટી નીકળ્યા બાદની આ સૌથી મોટી શસ્ત્ર લુંટ હોવાનું માનવામાં આવે છે.
મણીપુરના ડીજીપી રાજીપસિંઘે પણ આ મોટી લુંટ પર આશ્ર્ચર્ય વ્યક્ત કર્યો હતો અને દાવો કર્યો કે અનેક શસ્ત્રો પરત મેળવી લેવાયા છે પણ તેઓએ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. અગાઉ પણ રાજયમાં હથિયાર લુંટાવાની ઘટનાઓ બની છે અને તેઓ આ પ્રકારની લુંટને ગંભીરતાથી લઈ રહ્યા હોવાનું જણાવીને કહ્યું કે આ હવે શસ્ત્રો સલામત કરવા માટે નવી પદ્ધતિ અમલમાં મુકાશે.
આ શસ્ત્ર લુંટમાં એકે-47 રાઈફલ એમએમએમ ઈન્સાલ ગન, લાઈટ મશીન ગન પીસ્તોલ કાર્બાઈન ગન 22ની રાઈફલ ઉપરાંત 51 ગ્રેનેડ, 124 હેન્ડગ્રેનેડ 81 બોમ્બ, 25 બુલેટપ્રુફ જેકેટ 23 બોડી આર્મર 115 બેપોનેટ 16425 રાઉન્ડ કારતૂસ પણ લુંટાયા છે. આ ટોળુ 40-45 નાના વાહનોમાં આવ્યું હતું અને હેડકવાર્ટરનો મેઈન ગેટ તોડીને ઘુસ્યુ હતું તેણે અહી ફરજ પરના જવાનોને તાબે થવા ફરજ પાડી હતી અને બાદમાં શસ્ત્રો તેમના વાહનમાં ભરીને નાસી છુટયા હતા. તેઓએ શસ્ત્રો રાખવાનો રૂમ જ તોડી નાખ્યો હતો.
- Advertisement -
મૈતેઈ ટોળા પર સુરક્ષાદળોનો ગોળીબાર: ત્રણના મોત: અનેક ઘાયલ
મણીપુરમાં મૈતેઈ સમુદાય અને સશકત દળો વચ્ચેની અથડામણમાં આ સમુદાયના ત્રણ લોકો માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા. મૈતેઈ સમુદાયના લોકો એક કુકી ગામ પર હુમલો કરવા પહોંચ્યા હતા અને ગામમાં અનેક મકાનો સળગાવવા પ્રયાસ કર્યા તેમને રોકવા સશક્ત દળોએ ગોળીબાર કરતા ત્રણના મોત થયા છે. જો કે તે પુર્વે તેઓએ એક ગામમાં અનેક ઘરોને સળગાવી દીધા હતા.