બિગ બોસ ઓટીટી’ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. દિવ્યા અગ્રવાલએ ‘બિગ બોસ ઓટીટી’જીતી લીધુ છે. નિશાંત પ્રથમ રનર હતો. ટ્રોફીની સાથે દિવ્યાને 25 લાખ રૂપિયાની વિજેતા રકમ પણ મળી છે.

દિવ્યા એક અભિનેત્રી અને મોડેલ છે. તેણે વેબ સિરીઝ ‘રાગિણી એમએમએસ રિટર્ન્સ’માં કામ કર્યું છે. તે બિગ બોસના પૂર્વ સ્પર્ધક પ્રિયાંક શર્મા સાથે રિલેશનશિપમાં રહી હતી. બાદમાં બંને અલગ થઈ ગયા. બંનેનું બ્રેકઅપ મીડિયા હેડલાઇન્સમાં રહ્યું હતું.
- Advertisement -

ટ્રોફીની સાથે દિવ્યા અગ્રવાલ
બિગ બોસ ઓટીટીમાં શરૂઆતમાં કુલ 13 સ્પર્ધકો હતા – રાકેશ બાપટ, ઝીશાન ખાન, મિલિંદ ગાબા, નિશાંત ભટ્ટ, પ્રતીક સહજપાલ, કરણ નાથ, શમિતા શેટ્ટી, ઉર્ફી જાવેદ, નેહા ભસીન, મૂઝ જટાના, અક્ષરા સિંહ, દિવ્યા અગ્રવાલ અને રિદ્ધિમા પંડિત. શો દરમિયાન, કેટલાક સ્પર્ધકોને સમયાંતરે બહાર કરી દેવામાં આવ્યા હતા. 5 સ્પર્ધકો ફાઇનલમાં પહોંચ્યા હતા. પ્રતીક સહજપાલ 25 લાખ રૂપિયા સાથે વિજેતાની રેસમાંથી બહાર થઈ ગયા. આ પછી 4 સ્પર્ધકોમાં ટાઇટલ માટેની સ્પર્ધા હતી. દિવ્યા અગ્રવાલે 3 સ્પર્ધકોને હરાવીને જીત મળેવી હતી.
નિર્માતાઓએ ફિનાલેની તમામ તૈયારીઓ પહેલા જ પૂર્ણ કરી લીધી હતી. ફિનાલેમાં શમિતા શેટ્ટી, રાકેશ બાપટ, દિવ્યા અગ્રવાલ, નિશાંત ભટ્ટ અને પ્રતીક સહજપાલ તરફથી બિગ બોસ ઓટીટીના ફાઈનલમાં જોવા મળશે. મેકર્સે ‘બિગ બોસ ઓટીટી’ના ગ્રાન્ડ ફિનાલેના ઘણા પ્રોમો રિલીઝ કર્યા છે. વૂટના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે. આ પ્રોમો વિડીયોમાં કરણ જોહર તેની ઇનામી રકમ વિશે જણાવી રહ્યો છે.
- Advertisement -

ઉર્ફી જાવેદને શોના પહેલા સપ્તાહમાંથી બહાર કરી દેવામાં આવી હતી. આ પછી કરણ નાથ અને રિદ્ધિમા બહાર ગયા. ત્યારબાદ ઝીશાનને નિયમોનું પાલન ન કરવા બદલ બેઘર કરવામાં આવ્યો. આ પછી મિલિંદ ગાબા, અક્ષરા સિંહ અને નેહા ભસીન શોમાંથી બહાર નીકળી ગઈ હતી.
