સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવાતા શોનું બીજી ઑક્ટોબરે પ્રિમિયર છે
‘કર્લસ’ ચેનલના સૌથી વિવાદિત અને લોકપ્રિય શો ‘બિગ બૉસ’ ની સીઝન 15ની ટુંક સમયમાં શરુઆત થવાની છે. હવે તમે તમારી સ્ક્રિન પર નાટક, ઝઘડા અને વિવાદો બહુ જલ્દી જોઈ શકવાના છો. સલમાન ખાન ફરી એકવાર નવી સિઝનને હોસ્ટ કરવા તૈયાર છે. ત્યારે તમે પણ એ જાણવા ઉત્સુક હશો જ કે આ સિઝનમાં સ્પર્ધક કોણ હશે. આજે અમે તમને એ બધુ જ જણાવીશું. પ્રીમિયરની તારીખ અને સમયથી લઈને સીઝનની થીમ સુધી સીઝન 15ની દરેક બાબત જાણવાની તમારે છે જરુર. તો જાણી લો અહીં..
સમય અને તારીખ
- Advertisement -
‘બિગ બૉસ’ની સીઝન 15 કલર્સ ચેનલનું પ્રિમિયર બીજી ઑક્ટોબરના રોજ સાંજે યોજાશે. શો શનિવારે-રવિવારે સાંજે ૯.૩૦ વાગ્યે અને સોમવારથી શુક્રવાર રાત્રે ૧૦.૩૦ વાગ્યે પ્રિમિયર થશે.
https://www.instagram.com/p/CUWvOzFqWVu/
‘બિગ બૉસ’ના ઘરમાં હશે આ સ્પર્ધકો
- Advertisement -
અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે શમિતા શેટ્ટી, પ્રતિક સહજપાલ, ડોનલ બિષ્ટ, ઉમર રિયાઝ, નિશાંત ભટ, કરણ કુન્દ્રા, તેજસ્વી પ્રકાશ, સિમ્બા નાગલ અને અફસાના ખાન આ સીઝનના સ્પર્ધકો છે. જેમાંથી શમિતા શેટ્ટી, પ્રતિક સહજપાલ અને નિશાંત ભટ `બિગ બૉસ` ઓટીટીમાં પણ હતા. જ્યારે શમિતા અને નિશાંત રનર-અપ હતા. તો પ્રતીકે શોમાં ‘ટિકિટ ટુ બિગ બોસ 15’ બ્રીફકેસ સ્વીકારીને બિગ બોસ ઓટીટી છોડવાનું પસંદ કર્યું હતું.
આ સિવાય કરણ કુન્દ્રા, વિશાલ કોટિયન, અકાસા સિંહ, નેહા મર્દા, નિધિ ભાનુશાલી અને રીમ શેખ જેવા અન્ય કેટલાક સંભવિત સ્પર્ધકોના નામ આ સીઝન માટે ચર્ચાઈ રહ્યાં છે.
https://www.instagram.com/p/CUVJLv_qYFX/
થીમ
સલમાન ખાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘બિગ બૉસ’ની સીઝન 15ની થીમ વિશે વાત કરી હતી. ઘરના એક ભાગમાં જંગલનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં કેદીઓ કેવી રીતે રહે છે તે દર્શાવાશે. સલમાને કહ્યું હતું કે, શોની નવી સીઝન વધુ રોમાંચક હશે. સ્પર્ધકો જંગલમાં જંગલી સવારી માટે તૈયાર થઈ જાય. જેમાં તેમની સાથે વિશ્વસૂનટ્રી હશે. એ તો નિશ્ચિત છે કે આ સીઝન પહેલા ક્યારેય નહીં જોઈ હોય તેવી હશે. આ વર્ષે `જંગલમાં સંકટ` જેવી પરિસ્થિતિ છે. સ્પર્ધકોની હિલચાલ પર નજર રાખવા માટે ૨૫૦ કૅમેરા હશે અને સ્પર્ધકોને જંગલમાં ટકી રહેવા માટે ‘સર્વાઇવલ કીટ’ આપવામાં આવશે.
જંગલની અંદર ટકી રહેવા માટે સર્પ્ધકો જે રીતે ‘બિગ બૉસ’ના ઘરમાં રમતો રમશે તે જોવું ખરેખર રોમાંચક રહેશે.
ઉપરાંત, ‘બિગ બૉસ’ના ભૂતપૂર્વ વિજેતા રૂબીના દિલૈક, શ્વેતા તિવારી અને ગૌહર ખાન ‘બિગ બૉસ’ ૧૫ના ઘરમાં પ્રવેશ કરશે અને સીઝનમાં વધુ નવા વળાંકો આવશે.
‘બિગ બૉસ’ સીઝન 15ની તૈયારીઓ જોઈને લાગે છે આ સીઝન ખુબ જ રોમાંચક અને રોલરકોસ્ટરની સવારી જેવી બનશે!