હિરલબા કેસમાં આગામી દિવસોમાં વધુ મોટાં નામ સામે આવે તેવી શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદરના મહેર સમાજની મહિલા અગ્રણી અને રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા હિરલબા જાડેજા અને હિતેષ ઓડેદરાની ધરપકડ પછી સમગ્ર શહેરમાં ચર્ચાઓ જામી છે. હિરલબા, જે રાણાવાવ-કુતિયાણા વિધાનસભાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના કાકી અને પૂર્વ ધારાસભ્ય ભુરાભાઈ જાડેજાની પત્ની છે, તેમના પર અપહરણ, ખંડણી, ધમકી અને પૈસા પડાવી લેવાના ગંભીર ગુનાઓના આરોપો છે. કુખ્યાત મહિલા હિરલબા જાડેજા તથા હિતેશ ઓડેદરા સામે ચાલી રહેલાં અપહરણ અને ખંડણીના કેસમાં ફરી એક વખત નવો વળાંક સામે આવ્યો છે.
ભૂરા મુંજા જાડેજાની પહેલી પત્નીએ પણ યુ.કે.થી પોરબંદર જઙને મેઇલ કરી હિરલબા વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે
ગુનાઓના રીક્ધસ્ટ્રક્શન અંતર્ગત પોલીસએ આરોપી હિતેશ ભીમા ઓડેદરાને હિરલબાના નિવાસસ્થાને લાવી સમગ્ર ઘટનાક્રમની ઘટનાઓ ફરી જીવંત કરાવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને તપાસ દરમિયાન ગુનાને જોડતી વ્હોટસએપ ચેટ્સ, કોરા સાઇન કરેલા ચેક, પ્રોમિસરી નોટ અને મહત્વના દસ્તાવેજોની રિકવરી કરવામાં સફળતા મળી છે. આ પુરાવાઓના આધારે હવે કેસ ફક્ત એક ગુના નહીં, પણ મોટું નાણાકીય કૌભાંડ હોવાની દિશામાં આગળ વધી રહ્યો છે. જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસને કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો, અનામધારક એકાઉન્ટ અને મિલ્કતના દસ્તાવેજોની વિગતો મળી રહી છે. જેને લઈને હવે આવકવેરા વિભાગ (ઈંક્ષભજ્ઞળય ઝફડ્ઢ) અને જીએસટી વિભાગ અથવા કેન્દ્રીય એજન્સી ઊઉ પણ તપાસમાં જોડવાની તૈયારી ચાલી રહી છે. આરોપીઓએ બેનામી એકાઉન્ટ, ખાલી ચેક અને થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ દ્વારા કરોડોની રકમ ચલાવ્યાનો પોલીસને શંકાસ્પદ અંદાજ મળી રહ્યો છે.
- Advertisement -
જોકે કેસના મુખ્ય આરોપી હિરલબા જાડેજાને કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટ સમક્ષ પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે કેસના મુખ્ય આરોપી હિરલબા જાડેજાના 2 દિવસના તેમજ સહઆરોપી હિતેશ ભીમા ઓડેદરાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ મંજૂર થયાની સાથે જ આરોપીઓ પાસેથી સત્ય બહાર લાવવા પોલીસે આગવી ઢબે ‘પૂછપરછ’ શરૂ કરી હતી. જે પૂછપરછ દરમિયાન હિરલબા જાડેજાને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેઓને સારવાર અર્થે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક દિવસના ઓબ્ઝર્વેશન બાદ બીજે દિવસે સવારે તેઓને સવારે હોસ્પિટલ ખાતેથી રજા આપી દેવામાં આવી હતી. જે બાદ પોલીસે કેસની હકીકતો બહાર લાવવા ફરી પાછી ‘પૂછપરછ’ શરૂ કરી હતી. જે પૂછપરછ દરમિયાન હિરલબાનું બ્લડ પ્રેશર લો થતા તેને ફરી પાછા સરકારી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં તેને હૃદયની બીમારી જણાતા તેને તાત્કાલિક સારવાર માટે પોરબંદથી રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. હાલ કેસના મુખ્ય આરોપી હિરલબા જાડેજાના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ન હતા અને તેઓ હાલ પોલીસ ઝાપટાં વચ્ચે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ઝાલી નોટનું પણ મોટું કૌભાંડ બહાર આવે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરતાં સૂત્રો
બેન્ક એકાઉન્ટ, મિલ્કત દસ્તાવેજો અને કાળાં વ્યવહારોની થશે ઊંડી તપાસ
માફિયા ગેંગ સામે પોરબંદર પોલીસના મેગા ઓપરેશનમાં સર્ચ દરમ્યાન દસ્તાવેજોનો ભંડાર મળ્યો
પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા હિરલબા જાડેજા ગેંગ સામે ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમ્યાન સૂરજ પેલેસ ખાતેથી આશરે 140 જેટલા શંકાસ્પદ મકાનના દસ્તાવેજો હાથે લાગ્યા છે. પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિશેષ પોલીસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ હવે હિરલબા જાડેજા દ્વારા ખરીદવામાં આવેલી તમામ 140 મિલ્કતોના મૂળ માલિકોની વ્યક્તિગત મુલાકાત લઇ રહી છે અને પ્રોપર્ટી કયા સંજોગોમાં વેચવા
પોલીસને તપાસમાં કેસને જોડતી વ્હોટ્સએપ્પ ચેટ, કોરા ચેક સહિતની સામગ્રી મળી: કરોડોના બેનામી વ્યવહારોની તપાસમાં હવે આવકવેરા અને ED વિભાગને પણ જોડવામાં આવશે તેવી ચર્ચા
અંદરની ખબર ‘મદદ’ કે ‘મજબૂરીનો વેપાર’?
તપાસ દરમિયાન અનેક લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે જેમાં કથિત રીતે અનેક વ્યાજખોરો, દસ્તાવેજી દલાલો અને પ્રોપર્ટી એજન્ટ્સનો સમાવેશ છે. પોલીસને મળેલી માહિતી મુજબ, હિરલબાએ “મદદ” બહાને લોકોને દબાણમાં રાખીને ખાલી ચેકમાં સહીઓ કરાવવી, મિલ્કતો તેમના નામે કરાવવી અને ઉચ્ચ વ્યાજ કપાતે લોન આપીને માસૂમોને ઉઘરાણીના ચક્રમાં ફસાવવાની રીત અજમાવી હતી. શહેરમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આ કેસમાં મોટા અને સંગઠિત નાણાકીય કૌભાંડનું દ્વાર ખુલે તેવા સંકેતો મળી રહ્યા છે.
અગાઉ કર્ણાટક પોલીસ પણ પોરબંદરમાં ધામા નાખી ચૂકી છે..!
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે હિરલબા જાડેજા સામે ગુનો દાખલ થયાના 2-4 દિવસ પહેલા કર્ણાટક રાજ્યની પોલીસે પોરબંદરમાં ધામા નાખ્યા હતા. જે કેસ કરોડો રૂપિયાની બેનામી વ્યવહારોને લગતો હતો જેમાં કર્ણાટક પોલીસે પોરબંદર સિટી ડિવિઝનના કમલાબાગ પોલીસ મથકે હિરલબા જાડેજા,હિતેશ ઓડેદરાનું નિવેદન નોંધ્યુ હતું. કર્ણાટક પોલીસને 300 જેટલાં એકાઉન્ટના એડ્રેસ એક સ્થળના મળી આવ્યા બાદ આશરે 200થી 300 કરોડના બેનામી વ્યવહારોમાં મળી આવ્યા હતા જેમાં હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાનું કનેક્શન સામે આવતા કર્ણાટક સાયબર પોલીસ પોરબંદર પહોંચી હતી અને તપાસ કરી હતી. આવનારા દિવસોમાં સમગ્ર કેસમાં અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવવાની શક્યતા તેજ બની રહી છે.