‘કોંગ્રેસે પૈસા લઈનેકોંગ્રેસની સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં ટિકિટ વેચી હોવાનો પર્દાફાશ થયો છે
35 ટિકિટ વેચી ખાધી’
- Advertisement -
વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં વ્હાલા દવલાની નીતિ રાખી હતી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન અંગે મોટો ઘટસ્ફોટ થતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. ગત વર્ષના અંતમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થતા ઈતિહાસમાં સૌથી નબળો દેખાવ કર્યો હતો ત્યારે હવે આ ચૂંટણી અંગે કોંગ્રેસની સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટ વેચી હોવાનો પર્દાફાશ થયો છે.
ગુજરાતમાં ગત વર્ષના અંતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાસ થતા માત્ર 17 બેઠકો જ જીતી શકી હતી. વિધાનસભાની ચૂંટણીમાં હાર મળ્યા બાદ કોંગ્રેસ દ્વારા એક અહેવાલ તૌયાર કરવામાં આવ્યો હતો જેમાં હારના કારણો શોધતા ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યા છે. આ રિપોર્ટમાં ગુજરાતના નેતાઓએ ટિકિટનો સોદો કર્યો હોવાનો ખુલાસો થયો છે. કોંગ્રેસની સત્ય શોધક કમિટીએ ગુજરાતના કેટલાક નેતાઓએ 35 બેઠકોની ટિકિટ વેચી મારી હોવાનો ઉલ્લેખ રિપોર્ટમાં કર્યો છે. આ ઉપરાંત એવા પણ સમાચાર મળી રહ્યા છે કે દિલ્હી કોંગ્રેસ દ્વારા નક્કી કરાયેલા ઉમેદવારો ગુજરાતના કેટલાક નેતાઓએ બદલી નાખ્યાં હતા તેમજ ઉમેદવારોની પસંદગીમાં વ્હાલા દવલાની નીતિ રાખીને મળતિયાઓને પૈસા લઇ ટીકીટો આપી દીધી હતી.
કોંગ્રેસ હાઇકમાન્ડે નવા પ્રદેશ પ્રભારી અને પ્રદેશ પ્રમુખની શોધખોળ શરૂ કરી
ગઈકાલે દિલ્હી ખાતે કોંગ્રેસના નેતાઓની એક બેઠક મળી હતી જેમા હાજર રહેનાર ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગ્યાસુદ્દીન શેખે ગઈકાલે રાત્રે એક ટ્વિટ કરી હતી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અંગે ભલામણ કરી હતી. કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રદેશ પ્રભારી ડો. રઘુ શર્માના બદલે નવા પ્રદેશ પ્રભારી અને પ્રદેશ પ્રમુખની શોધખોળ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ગુજરત વિધાનસભા ચૂંટણીમાં ખરાબ રીતે હાર મળ્યા બાદ પ્રભારી પદેથી રઘુ શર્માએ રાજીનામુ આપ્યું હતું.