હાઇવે પરનો ખાડો હતો અને ખાડાથી બચવાનો પ્રયાસ કરતી વખતે રિષભની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી આ વાતને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તેને ફગાવી દીધી છે.
- Advertisement -
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર રિષભ પંત શુક્રવારે (30 ડિસેમ્બર)ના રોજ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઉત્તરાખંડમાં પંતની મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી હતી અને તે કોઈ રીતે કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.
કાર અકસ્માત બાદ વિકેટકીપર રિષભ પંતની ઉત્તરાખંડના દેહરાદૂનમાં સારવાર ચાલી રહી છે. રિષભ પંતની કારનો અકસ્માત શા માટે થયો તે કારણ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. પોલીસનું માનવું છે કે, રિષભ પંત ઊંઘી ગયો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો પણ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીસીસીએ) અનુસાર, કારને ખાડાઓમાંથી બચાવવાના પ્રયાસમાં રિષભ પંતનો અકસ્માત થયો હતો.
હાલ રિષભ પંતનો અકસ્માત કેવી રીતે થયો તેની ચર્ચા ચાલી રહી છે એવામાં વધ્યા વચ્ચે હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે જ્યાં ક્રિકેટર ઋષભ પંતની કારને અકસ્માત થયો હતો તે રસ્તા પર કોઈ ખાડો નથી. હાઇવે પરનો ખાડો હતો અને ખાડાથી બચવાનો પ્રયાસ કરતી વખતે રિષભની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી આ વાતને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તેને ફગાવી દીધી છે.
- Advertisement -
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રવિવારે દેહરાદૂનની હોસ્પિટલમાં ક્રિકેટરને મળ્યા બાદ એમને જણાવ્યું હતું કે, ‘પંતે તેમને કહ્યું હતું કે એમને કારને જ્યારે હાઇવે પર ખાડાથી બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે અકસ્માત થયો હતો.
આ વાત પર NHAI રૂરકી ડિવિઝનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રદીપ સિંહ ગુસાઇએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “જ્યાં અકસ્માત થયો હતો ત્યાં રસ્તા પર કોઈ ખાડો ન હતો. જે રસ્તા પર કાર અથડાઈ તે હાઈવેને પાસે એક નહેર આવી છે એટલા માટે તે સાંકડો માર્ગ છે. આ નહેર સિંચાઈ માટે છે.’ સાથે જ ગુસાઈએ તે વાતનો પણ ઇનકાર કર્યો હતો કે NHAI દ્વારા અકસ્માત સ્થળનું સમારકામ કરવામાં આવ્યું હતું અને “ખાડાઓ” ઠીક કરવામાં આવ્યા હતા, જો કે કથિત રીતે હાઇવેનો એક ભાગ ઠીક કરનાર શ્રમિકોની થોડી તસવીરો રવિવારે સાંજે વાયરલ થઈ હતી.