15 જુન સુધીમાં એડવાન્સ ટેકસ કલેકશન 1.48 લાખ કરોડે પહોંચ્યું: કુલ આવકવેરા વસુલાત 4.62 લાખ કરોડ
ભારતીય આર્થિક વિકાસના વિશ્વભરમાં ડંકા વાગી રહ્યા છે ત્યારે અર્થતંત્રને વધુ એક બુસ્ટર ડોઝ મળ્યો છે. 15મી જુનની સ્થિતિએ, એડવાન્સ ટેકસ કલેકશનમાં 27.6 ટકાનો મોટો વધારો થયો છે અને વસુલાત 1.48 લાખ કરોડે પહોંચી છે. જે અર્થતંત્રમાં ધમધમાટ તથા કોર્પોરેટ પરફોમન્સ સ્ટ્રોંગ હોવાનું સુચવે છે. એડવાન્સ ટેકસની વસુલાતમાં 1.14 લાખ કરોડનો હિસ્સો કોર્પોરેટ ટેકસ તથા 34362 કરોડ વ્યકિતગત આવકવેરા પેટે મળ્યા હતા.
- Advertisement -
ગત વર્ષે એપ્રિલથી 15 જુનમાં એડવાન્સ ટેકસની વસુલાત 1.16 લાખ કરોડ હતી તેમાંથી 12172 કરોડ કોર્પોરેટ તથા 26513 કરોડ વ્યકિતગત ટેકસ પેટે મળ્યા હતા.
કરવેરા વિભાગનાં સુત્રોએ કહ્યું કે 15 જુને રાત્રે 11 વાગ્યા સુધીનાં એડવાન્સ ટેકસના આંકડા હતા બેંકો તરફથી પર્યાપ્ત માહીતી મોકલવામાં આવ્યા બાદ આંકડામાં હજુ વધારો શકય છે.
એડવાન્સ ટેકસ કલેકશનમાં વૃદ્ધિ, સાથે 1 એપ્રિલથી 15 જુન સુધીની કુલ આવકવેરા વસુલાત પણ વાર્ષિક ધોરણે 21.8 ટકાના વધારા સાથે 4.62 લાખ કરોડે પહોંચી હતી.
અર્થશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે કરવેરા વસુલાતમાં વૃધ્ધિને પગલે આગામી મહિને રજુ થનારા પૂર્ણ બજેટ પૂર્વે પ્રવાહીતાની સ્થિતિ સરળ બને તેમ છે. 15 જુન સુધીમાં ઈન્કમટેકસ દ્વારા 53040 કરોડના રીફંડ ચુકવાયા હતા. તે આગલા વર્ષે 49390 કરોડના રીફંડ ચુકવાયા હતા. 2023-24ના સમગ્ર નાણાંકીય વર્ષમાં આવકવેરાની કુલ વસુલાત 19.6 લાખ કરોડ હતી જે આગલા નાણાંકીય વર્ષની સરખામણીએ 17.1 ટકા વધુ હોવાનું ઉલ્લેખનીય છે. રીવાઈઝડ ટારગેટ કરતા પણ 13000 કરોડની વધુ વસુલાત હતી.
- Advertisement -
કરવેરા વિભાગનાં રીપોર્ટ પ્રમાણે 15 જુનની સ્થિતિએ એડવાન્સ કોર્પોરેટ ટેકસ 1,14,260 કરોડ તથા એડવાન્સ પર્સનલ ઈન્કમટેકસ ટેકસ 34362 કરોડ વસુલાયો હતો. ગ્રોસ વસુલાત 515537 કરોડની હતી. તેમાંથી 53140 કરોડના રીફંડ ચુકવાતા નેટ ટેકસ કલેકશન 462396 કરોડ રહ્યું હતું. નેટ કોર્પોરેટ ટેકસ કલેકશન 180953 કરોડ તથા નેટ પર્સનલ ઈન્કમટેકસ કલેકશન 269136 કરોડ હતું.