ફાસ્ટેગ KYC કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હતી. હવે NHAIએ તેને એક મહિના માટે વધારી દીધી છે.
ફાસ્ટેગને લઈને મોટી ખબર સામે આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગ અપડેટ કરવાની તારીખને આગળ વધારી છે. NHAIએ ફાસ્ટેગ KYC અપડેટ કરવા માટે એક મહિનાનો સમય વધારે આપ્યો છે. પહેલા KYC કમ્પલેટ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 હતી હવી 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગનું KYC કરી શકાશે. આ પહેલા 15 જાન્યુઆરીએ NHAIએ કહ્યું હતું કે બેંક અધુરા કેવાઈસી વાળા ફાસ્ટેગને 31 જાન્યુઆરી 2024 બાદ નિષ્ક્રિય કરી દેશે.
- Advertisement -
હવે વધી ગઈ ડેડલાઈન
એક રિપોર્ટ અનુસાર NHAIએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં KYCની મર્યાદાને વધારવાની જાણકારી આપી છે. NHAIએ કહ્યું, “ફાસ્ટેગ યુઝર્સ! એક વાહન- એક ફાસ્ટેગ પહેલને લાગુ કરવા અને પોતાના ફાસ્ટેગ માટે KYCને અપડેટ કરવાની સમય મર્યાદા 29 ફેબ્રુઆરી 2024 સુધી વધારી દીધી છે.”
આ રીતે કરાવો KYC
તમે https// fastag. ihmcl.com/ પર જાઓ, તેમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઓટીપીની મદદથી લોગઈન કરો. તેના બાદ ડેશબોર્ડ મેન્યૂમાં માય પ્રોફાઈલ ઓપ્શનમાં KYC સબ-સેક્શનમાં જાઓ, જ્યાં જરૂરી જાણકારી જેવીકે આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અને ફોટો અપલોડ કરો. તેના બાદ સબમિટ કરી દો. આ પ્રકારે કેવાઈસી કરી શકાય છે.