સેમી કંડકટર અને ફાર્માસ્યુટીકલ આયાત પર 25 ટકા ટેરીફ લાદશે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી દિવસોમાં મહત્વની જાહેરાત કરનાર છે અને તેમાં ખાસ કરીને ઓટો મોબાઇલ, સેમી કંડકટર અને ફાર્માસ્યુટીકલ આયાત પર તા. 2 એપ્રિલથી 25 ટકા ટેરીફ લાદવાની જાહેરાત કરશે.
- Advertisement -
ખાસ કરીને ભારતથી જે અમેરિકામાં દવા નિકાસ થાય છે તેને મોટો ફટકો પડશે આ ઉપરાંત મેકસીકો અને અન્ય દેશોમાંથી અમેરિકામાં જે ઓટોમોબાઇલ નિકાસ થાય છે તે પણ મોંઘી બનશે.
અમેરિકાના સુત્રોના જણાવ્યા મુજબ 2 એપ્રિલે 25 ટકા ટેરીફ માટે મહત્વનો બની જશે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ કે કોઇ પણ કંપની અમેરિકામાં તેમના ફેકટરી અને પ્લાન્ટ નાંખવા તૈયાર હોય તો તેને ભવિષ્યમાં ટેરીફમાં રાહત મળી શકે છે. ભારત એ અમેરિકામાં મોટા પાયે દવાઓની નિકાસ કરે છે.