સુરતને ગૌરવ અપાવતા મોટા સમાચાર સામે આવ્યા છે. કતારનાં દોહામાં રમાયેલી એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચ હરમીત દેસાઈ જીત્યો છે. હવે હરમીત દેસાઈ સાઉથ આફ્રિકા ખાતે મે મહિનામાં રમાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવા જશે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવા જનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી પણ બનશે.
સુરતનું ગૌરવ અને ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈની સિદ્ધિઓની યાદીમાં વધુ એક સફળતાનો ઉમેરો થયો છે. સાઉથ આફ્રિકામાં મે મહિનામાં યોજાનારી ટેબલ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તેની પસંદગી થઈ છે. આ માટે હરમીતે કતારના દોહામાં રમાયેલી એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચ જીતીને પોતાની દાવેદારી પાક્કી કરી લીધી છે.
- Advertisement -
હરમીતનું સિલેક્શન થતાં પરિવારમાં ખુશીનો માહોલ
સાઉથ આફ્રિકા ખાતે મે મહિનામાં યોજાનાર ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે એશિયન ખેલાડીની સિલેક્શન પ્રક્રિયા ચાલી રહી હતી. કતારના દોહા ખાતે એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચ રમાઈ રહી હતી. જેમાં સુરતના હરમીત દેસાઈએ જીત હાંસલ કરી છે. હરમીત દેસાઈ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ સુધીની સફર નક્કી કરી ચૂક્યો છે. હરમીત દેસાઈ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવા જનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી બનશે. હરમીતનું સિલેક્શન થતાં પરિવારમાં ખૂબ જ ખુશી અને આનંદ છવાઈ ગયો છે.
ખૂબ જ ગર્વ અને આનંદ થઈ રહ્યો છેઃ અર્ચનાબેન
હરમીતની માતા અર્ચનાબેન દેસાઈએ જણાવ્યું કે, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હરમીતનું સિલેક્શન થતા ખૂબ જ ગર્વ અને આનંદ થઈ રહ્યો છે. હરમીતનું સિલેક્ટ થવું અને ત્યારબાદ સાઉથ આફ્રિકાના ડરબન રમવા જવું એ ખૂબ જ મોટી વાત છે.
- Advertisement -
અગ્રણી દેશોમાંથી પસંદગી
એશિયામાંથી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થવું એ મોટી વાત છે. નોંધનીય છે કે ટેબલ ટેનિસની દુનિયામાં આમ પણ એશિયન દેશોનો પરંપરાગત દબદબો રહ્યો છે. ચીન, હોંગકોંગ, મલેશિયા, જાપાન, કોરિયા, સિંગાપોરના દિગ્ગજ ખેલાડીઓને ટક્કર આપીને ક્વોલિફાય થવું એ મોટી ઉપલબ્ધિ છે.