ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની ધરપકડ બાદ તેમણે જામીન માટે અરજી કરી હતી જેને લઇને આવતીકાલે સોમવારે સુનાવણી હાથ ધરાશે
મોરબીના ગોઝારા કેબલ બ્રિજ દુર્ઘટના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલની જામીન પર સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવશે. આપને જણાવીએ કે, બ્રિજના સંચાલન અને સમારકામની જવાબદારી ઓરેવા કંપની હસ્તક હતી અને સમારકામ વિના જ થીગડાં મારી બ્રિજ ખુલો મુકી દેવાયો હતો જેને લઈ કેબલ બ્રિજ તુટતાં 135થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા.
- Advertisement -
જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી
આવતીકાલે ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી થનાર છે. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની ધરપકડ બાદ તેમણે જામીન માટે અરજી કરી હતી. જેને લઇને આવતીકાલે સોમવારે સુનાવણી હાથ ધરાશે. મહત્વનું છે કે મોરબીના કેબલ બ્રિજની સમારકામ અને સંચાલનની જવાબદારી ઓરેવા હસ્તક હતી.જો કે સમારકામ વિના જ થિગડાં મારી કેબલ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકી દેવાતાં કેબલ બ્રિજ તૂટ્યો હતો. જેમાં 135થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. સમગ્ર મામલે તપાસ બાદ બ્રિજના સમારકામમાં છિંડા સામે આવતાં ઓરેવાના માલિક જયસુખ પટેલની ધરપકડ કરાઇ હતી. ત્યારે જયસુખ પટેલની સુનાવણીને લઇને સમગ્ર ગુજરાતની નજર કોર્ટના ચૂકાદા પર છે.
શું છે મામલો?
-30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટવાની બની હતી ઘટના
-ઘટનામાં 135 લોકોએ ગુમાવ્યો હતો જીવ
-દુર્ઘટના કેસમાં અત્યાર સુધી 9 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
-જયસુખ પટેલની આગોતરા જામીનની અરજીમાં સુનાવણી ટળી હતી
-જયસુખ પટેલની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી
બ્રિજ ખુલ્લો મુકાયાના 5 દિવસમાં ધરાશાયી થયો હતો
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના બાદ કંપનીના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતો. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.