– યુવકની ધરપકડ કરાઇ, તપાસ શરૂ
સિક્રેટ સર્વિસે પુષ્ટિ કરી કે ઘટના સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી અને વધુ તપાસ માટે ડ્રાઈવરની અટકાયત કરી હતી.
- Advertisement -
અમેરિકાના વ્હાઇટ હાઉસની સુરક્ષામાં મોટી ભૂલ સામે આવી છે. સોમવારે એક ડ્રાઇવર તેની કાર સાથે રાષ્ટ્રપતિ બાયડનના ઘરના બહારના દરવાજામાંથી પ્રવેશ્યો. સિક્રેટ સર્વિસે પુષ્ટિ કરી કે ઘટના સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી અને વધુ તપાસ માટે ડ્રાઈવરની અટકાયત કરી હતી. યુએસ સિક્રેટ સર્વિસના ચીફ ઓફ કોમ્યુનિકેશન્સ એન્થોની ગુગલીએલ્મીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, સાંજે 6 વાગ્યાના થોડા સમય પહેલા એક વાહન વ્હાઇટ હાઉસ સંકુલના બહારના દરવાજા સાથે અથડાયું હતું. અમે અથડામણના કારણ અને રીતની તપાસ કરી રહ્યા છીએ.
US: Vehicle crashes into gate of White House, driver taken into custody
Read @ANI Story | https://t.co/a0c3rQk6jZ#US #WhiteHouse pic.twitter.com/J6pj89F4Ho
- Advertisement -
— ANI Digital (@ani_digital) January 9, 2024
જો બાયડનને કોઈ ખતરો નથી
જો કે આ ઘટનાથી રાષ્ટ્રપતિ જો બાયડનને કોઈ ખતરો નથી.આ સમયે તેઓ વ્હાઇટ હાઉસમાં હાજર ન હતા. જોકે, આ ઘટનાને કારણે વ્હાઇટ હાઉસની નજીકના વ્યસ્ત આંતરછેદ 15મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ પર ટ્રાફિક બંધ થઈ ગયો હતો.