– શહેરમાં સવારથી જ 6.5 ઈંચ વરસાદ પડયો
રાજકોટમાં સવારથી જ સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે વિદ્યાર્થીઓના હિતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધો મહત્વનો નિર્ણય.
- Advertisement -
સમગ્ર ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યો છે. ત્યારે રાજકોટમાં આજ સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. સવાર સુધીમાં રાજકોટમાં 6.5 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જેના લીધે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શહેરમાં વરસાદની પરિસ્થિતિ જોતા આજની પરિક્ષાઓ રદ કરી દીધી છે. ભારે વરસાદના કારણે રાજકોટ યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટી સંલગ્ન શાળા કોલેજોના આચાર્યઓને આ અંગે સૂચના પણ આપી દેવાઇ છે. જો કે, તમને જણાવી દઇએ કે, આજના દિવસની પરિક્ષાની નવી તારીખો બાદમાં જાહેર પણ કરાશે.
રાજકોટમાં આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવાર સુધીમાં રાજકોટમાં આજે 6.5 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેથી વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -