કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘરેલુ સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલના વેચાણ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેવાયો છે.
- Advertisement -
પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો છે. સરકારે દેશમાં ઉત્પાદિત થનારા ક્રૂડ ઓઈલના વેચાણ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી સ્થાનિક ક્રૂડ ઓઈલના વેચાણ પર પ્રતિબંધ હતો.
ઉલ્લેખનીય છે કે દેશનું 85 ટકા ક્રૂડ ઓઈલ બહારથી એટલે વિદેશમાંથી આવે છે પરંતુ હવે દેશમાં પણ ક્રૂડ ઓઈલ ઉપલબ્ધ થઈ રહેશે.
- Advertisement -
Govt approves deregulation of sale of domestically-produced crude oil: Union Minister Anurag Thakur after cabinet meeting
— Press Trust of India (@PTI_News) June 29, 2022
દેશમાં સસ્તા થશે પેટ્રોલ અને ડીઝલ
સ્થાનિક ક્રૂડ ઓઈલના વેચાણ પરનો પ્રતિબંધ હટતા પેટ્રોલ અને ડીઝલ સસ્તા થશે.