સુપ્રિમ કોર્ટે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ- શાહી ઇદગાહ મસ્જિદ વિવાદના સંબંધમાં એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે મસજ્દિના નિરિક્ષણ કરવા માટે કોર્ટ કમિશ્નરની નિમણૂંક કરવા માટે અલાહાબાદ હાઇકોર્ટના નિર્ણય પર પ્રતિબંધ લગાવ્યો છે.
Supreme Court stays Allahabad High Court order appointing commissioner to inspect mosque in connection with Mathura’s Sri Krishna Janmabhoomi-Shahi Idgah Masjid dispute pic.twitter.com/5vx0cooI1C
- Advertisement -
— ANI (@ANI) January 16, 2024
જો કે, કોર્ટે કહ્યું કે, કોર્ટનાકેસની સુનાવણી ચાલુ રહેશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બંચની શાહી ઇદગાહ મસ્જિદ કમિટીની તરફથી કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરતા અલાહાબાદ હાઇકોર્ટે 14 ડિસેમ્બરના નિર્ણય પર પ્રતિબંધ લગાલ્યો છે. ઉલ્લેખનીય છે કે, પોતાના નિર્ણય પર અલાહાબાદ હાઇકોર્ટે એક એડવોકેટ કમિશ્નરની નિમણુંક કરવાનો આદેશ આપ્યો હતો. આ એડવોકેટ કમિશ્નરને મસ્જિદ પરિસરનો સર્વે કરવાનો હતો.
- Advertisement -
મસ્જિદ કમિટીના વકીલના આ તર્કે પર સુપ્રિમ કોર્ટે અંતિમ આદેશ આપ્યો
પોતાના આદેશમાં અલાહાબાદ હાઇકોર્ટે એક એડવોકેટ કમિશ્નરની નિમણુંક કરવાનો આદેશ આપ્યો હતો. આ એડવોકેટ કમિશ્નરને મસજિદ પરિસરનો સર્વે કરવાનો હતો. મસ્જિદ કમિટીની તરફથી વકીલ તસનીમ અહમદી સુપ્રમિ કોર્ટમાં હાજર થયા. વકીલે તર્કે આપ્યો કે, જયારે પૂજા સ્થળ અધિનિયમ, 1991ના હેઠળ મથુરા કેસને નકારવા માટે અરજી અત્યાર સુધી પેન્ડિંગ છે, એવામાં હાઇકોર્ટેના સર્વેનો આદેશ આપી શકતા નથી. જેના પર સુપ્રિમ કોર્ટેની પીઠે તર્કેને સાચો માન્યો અને હાઇકોર્ટના આદેશ પર પ્રતિબંધ લગાવવા માટે અંતિમ આદેશ આપ્યો.