આવતીકાલે એટલે કે 9 જૂનના દિવસે ભારત અને સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી શરૂ થવા જઇ રહી છે. જેમાં કેપ્ટન લોકેશ રાહુલ હવે ઇજાના પગલે નહીં રમી શકે. એવી જાહેરાત BCCI દ્વારા કરવામાં આવી છે.
- Advertisement -
ઇજાને પગલે કેપ્ટન લોકેશ રાહુલ સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાંથી કેપ્ટન લોકેશ રાહુલની બાદબાકી થઈ ગઈ છે. સાથે સ્પિનર કુલદીપ યાદવ પણ શ્રેણીમાં નહીં રમી શકે. કારણ કે તેને પણ નેટ પ્રેક્ટિસ દરમિયાન જમણા હાથમાં ઇજા થઈ હતી.
KL Rahul and Kuldeep Yadav ruled out of India vs South Africa T20I series owing to injury. Wicket-keeper Rishabh Pant named as Captain and Hardik Pandya as vice-captain for the series: BCCI pic.twitter.com/FBSYtgZ6bb
- Advertisement -
— ANI (@ANI) June 8, 2022
તેઓની જગ્યાએ કોણ રમશે?
રાહુલને રાઇટ ગ્રોઇન એટલે જાંઘનાં ભાગે ઇજા થઈ છે જ્યારે સાથે સ્પિનર કુલદીપ યાદવ પણ શ્રેણીમાં નહીં રમી શકે કારણ કે તેને નેટ પ્રેક્ટિસ દરમિયાન જમણા હાથમાં ઇજા થઈ હતી.
જો કે રિપ્લેસમેન્ટ તરીકે તેઓની જગ્યાએ ટીમમાં કોણ સામેલ થશે એ હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું.
India captain KL Rahul ruled out of T20 series against South Africa due to injury: BCCI Sources
— Press Trust of India (@PTI_News) June 8, 2022
પંત કરશે કેપ્ટન્સી
આ શ્રેણીમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત કેપ્ટન્સી કરશે અને ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડયા વાઇસ કેપ્ટન બનશે.
સાઉથ આફ્રિકાની ટીમ ભારત પ્રવાસે છે. આવતીકાલથી T20 શ્રેણી શરૂ થવા જઈ રહી છે. ત્યારે કેપ્ટન લોકેશ રાહુલ ઇજાના કારણે આવતીકાલની મેચ ગુમાવશે. રિષભ પંત ટીમનું સુકાન સંભાળશે