ભારતીય ટીમના ક્રિકેટર શુભમન ગિલનો ડેન્ગ્યુનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. શુભમન ગિલ ઓસ્ટ્રેલિયાની મેચ પહેલા બીમાર પડી ગયા છે. જે ભારતીય ટીમ માટે ખૂબ જ મોટો ઝટકો છે. BCCI મેડિકલ ટીમ આ સ્ટાર બેટ્સમેનની તબિયત પર સતત નજર રાખી રહી છે.
ભારતીય ટીમના ક્રિકેટર શુભમન ગિલનો ડેન્ગ્યુનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. રવિવારે ઓસ્ટ્રેલિયા સામે રમાનાર મેચમાં શુભમન ગિલ રમી શકશે કે નહીં તે બાબતે કંઈ કહીં ના શકાય. શુક્રવારે કેટલાક રાઉન્ડ ટેસ્ટ કર્યા પછી સ્ટાર બેટ્સમેન રમશે કે નહીં તે બાબતે નિર્ણય કરવામાં આવશે. શુભમન ગિલ ઓસ્ટ્રેલિયાની મેચ પહેલા બીમાર પડી ગયા છે. જે ભારતીય ટીમ માટે ખૂબ જ મોટો ઝટકો છે. BCCI મેડિકલ ટીમ આ સ્ટાર બેટ્સમેનની તબિયત પર સતત નજર રાખી રહી છે.
- Advertisement -
રવિવારે ચેન્નઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની મેચ રમવામાં આવશે. શુભમન ગિલનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટીવ આવતા ભારતીય ટીમ શુભમન ગિલ વગર મેદાન પર ઉતરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના આ સ્ટાર બેટ્સમેને ગુરુવારે એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં ભારતીય ટીમના નેટ સેશનમાં ભાગ લીધો નહોતો. ત્યારપછી શુભમન ગિલનો ડેન્ગ્યુનો ટેસ્ટ કરવામાં આવ્યો અને હવે તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.
Team India batsman Shubman Gill isn't well, he is suffering from dengue: Sources
(File photo) pic.twitter.com/oKXinfiDid
- Advertisement -
— ANI (@ANI) October 6, 2023
શુભમન ગિલ ચેન્નઈના ચેપોકમાં ઓસ્ટ્રેલિયા સામને મેચમાં નહીં ઉતરે તો ઓપનિંગ કોણ કરશે તે બાબતે સવાલ ઊભો થઈ રહ્યા છે. શુભમન ગિલની જગ્યાએ ઈશાન કિશન અથવા રોહિત શર્મા ઓપનિંગ કરી શકે છે. ઓપનિંગ માટે કે.એલ.રાહુલને પણ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. કે.એલ.રાહુલે એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
શુભમન ગિલે આ વર્ષની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં બેવડી સદી ફટકારી હતી. વેસ્ટઈન્ડિઝ સામે સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં પણ સારી મેચ રમ્યા હતા. આ સીઝનમાં 890 રન ફટકારીને સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી રહી ચૂક્યા છે. એશિયા કપમાં 302 રન ફટકાર્યા છે. છેલ્લી કેટલીક ઈનિંગમાં તેમનો સ્કોર 104, 74, 27*, 121, 19, 58 અને 67* રહ્યો છે.