ઈંગ્લેન્ડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ખેલાડી રિષભ પંતના જમણા પગના અંગૂઠામાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ છે. ડોક્ટર્સે તેમને ઓછામાં ઓછા 6 સપ્તાહ સુધી આરામ કરવાની સલાહ આપી છે.
ચાલુ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો પંત
- Advertisement -
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ટેસ્ટના પ્રથમ દિવસે જ ચાલુ મેચમાં પંત ઈજાગ્રસ્ત થયો જે બાદ પવેલીયન પરત ફરવું પડ્યું હતું. ભારતની ઈનિંગની 68 ઓવર સમાપ્ત થઈ હતી અને પંત 37 રન પર બેટિંગ કરી રહ્યો હતો. ક્રિસ વોક્સની ઓવરમાં રિવર્સ સ્વીપ રમવાના પ્રયાસમાં બોલ પંતના પગ પર વાગી હતી. દુખાવાના કારણે પંત જમીન પર જ સૂઈ ગયો હતો. ફિઝિયોની મદદથી મેડિકલની ટીમ પંતને ગાડીમાં બેસાડી મેદાનની બહાર લઈ ગઈ હતી.
ઈશાન કિશનની ટીમમાં એન્ટ્રી
BCCIના સૂત્રો અનુસાર ડોક્ટર્સની સલાહ છે કે પંત 6 સપ્તાહ સુધી રમી શકશે નહીં. મેડિકલની ટીમ સતત પંતની રિકવરી પર ધ્યાન આપી રહી છે. બીજી તરફ સિલેક્ટર્સ કમિટીએ ઈશાન કિશનને અંતિમ ટેસ્ટ મેચ માટે ટીમમાં જોડવાનો નિર્ણય લીધો છે. નીતિશ કુમાર રેડ્ડી, આકાશદીપ અને અર્શદીપ પહેલેથી જ ટીમની બહાર છે.