એક ચેનલની મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પના જો બાઇડેન પર આકરા પ્રહારો
ખાસ-ખબર સંવાદદાતા
ઓહાયો રાજ્યમાં આવેલા ’ઇસ્ટ પેલેસ્ટાઇન’માં બનેલી ભયંકર રેલ્વે દુર્ઘટના પછી પ્રમુખ જો બાયડેને એક વર્ષ બાદ લીધેલી મુલાકાતની ઉગ્ર ટીકા કરતા તેમના પ્રતિસ્પર્ધી રીપબ્લિકન પાર્ટીના અગ્રણી ડોનાલ્ડ ટ્રમ્પે બાયડેન ઉપર ઉગ્ર પ્રહારો કરતા કહ્યું હતું કે, તે દુર્ઘટના પછી છેક એક વર્ષે તેમણે તે સ્થળની લીધેલી મુલાકાતનો હેતુ (જનતાને સહાયભૂત થવાનો નહીં) પરંતુ માત્ર અને માત્ર રાજકીય જ હતો.
એ દુર્ઘટના પછી એક વર્ષે ફેબ્રુઆરી 2024માં બાયડેને તે સ્થળની મુલાકાત લેવાના છે આ અંગે ટ્રમ્પે કહ્યું : ’એક તરફ આપણી આસપાસની દુનિયા ફાટી રહી છે. મધ્ય-પૂર્વ ભડકે બળે છે ત્યારે ઓહાયો સ્થિત ઇસ્ટ પેલેસ્ટાઇનની મુલાકાતે જવા નીકળ્યા છે તેનો હેતુ માત્ર જેટલો મળે તેટલો રાજકીય યશ લેવાનો જ છે પરંતુ તેઓ જે કૈં કરે છે તે છેવટે વિનાશક જ બની રહે છે.’
આ સાથે ટ્રમ્પે બાયડેને લીધેલી તે મુલાકાતની સમય ઉચિતતા અંગે પણ પ્રશ્નાર્થો ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પૂર્વે અમેરિકાના ઇસ્ટ પેલેસ્ટાઇનમાં એક રેલવે દુર્ઘટના બની હતી કે તુર્ત જ ડોનાલ્ડ ટ્રમ્પે તે વિસ્તારની મુલાકાતે ગયા હતા, સહાય કરી હતી. જ્યારે અમેરિકાની સરકારે (ફેડરલ ગવર્નમેન્ટ) કરેલી સહાયને મર્યાદિતગણાવતા તેને જનસામાન્ય સાથે દગાખોરી કરી હતી.
બાયડેને તે સ્થળની સંભવિત મુલાકાતની ઉગ્ર ટીકા કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, હું તે મહાન લોકોને ઓળખું છું. તે ઘટના પછી સહાયકાર્ય શરૂ થયેલું ત્યારે હું ત્યાં જ હતો (હવે બાયડેન જશે ત્યારે તેઓને ત્યાંના લોકો ભાવપૂર્વક આવકારશે જ નહીં.
તે દુર્ઘટના બની ત્યારે બાયડેન કીવ (યુક્રેન)ની ગયા તેથી પણ ઘણા ગુસ્સે થયા છે જ્યારે પત્રકારોએ બાયડેનને ઇસ્ટ પેલેસ્ટાનની પહેલી મુલાકાત તમે શા માટે ન લીધી તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ તેમની અન્ય વ્યસ્તતાનું કારણ દર્શાવ્યું હતું જેની અમેરિકામાં અત્યંત ટીકા થઈ હતી.