બાઇડેને અમેરિકા મિસાઇલ રશિયા સામે વાપરવા યુક્રેનને છૂટ આપી છે
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.19
ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાનું પ્રમુખ પદ સંભાળે તે પૂર્વે અંતરરાષ્ટ્રીય તંગદિલી ઊભી કરવાનો પ્રમુખ જો બાયડેન ઉપર આક્ષેપ મુકતાં ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ટ્રમ્પ જુનિયરે કહ્યું છે કે, બાયડેન જાણી જોઇને હિંસા ભડકાવવા માગે છે, જેથી ત્રીજું વિશ્ર્વયુદ્ધ ફાટી નીકળે. ઉલ્લેખનીય છે કે, રવિવારે જો બાયડેને યુક્રેનને રશિયા સામેનાં યુદ્ધમાં અમેરિકાનાં મિસાઇલ્સ વાપરવાની મંજૂરી આપી છે. જુનિયર ટ્રમ્પનું કહેવું છે કે આ તંગદિલી આસાનીથી સંભાળી શકાય તેમ હતી, પરંતુ તેમ કરવામાં બાયડેન નિષ્ફળ રહ્યા છે. ટ્રમ્પ જુનિયરે બાયડેનની નીતિઓ અને સૈન્ય-ઔદ્યોગિક પરિસરની પણ ટીકા કરી છે. તેઓએ આજે (18 નવેમ્બરે) ટ્વીટ કરી કહ્યું છે મીલીટરી ઇન્ડસ્ટ્રિયલ કોમ્પ્લેક્ષ તે સુનિશ્ર્ચિત કરવા માગે છે કે મારા પિતાને શાંતિ સ્થાપિત કરવા માટે અને લોકોના જીવ બચાવવા માટે મોકો મળે તે પહેલાં જ તેઓ ત્રીજું વિશ્ર્વયુદ્ધ શરૂૂ કરી દે. આથી અબજોના અબજો ડોલર ” થઇ જશે. આથી વધુ મૂર્ખતા શી હોઈ શકે ? ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે તેઓનાં પહેલાં જ વક્તવ્યમાં યુક્રેન યુદ્ધ બંધ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેઓ જ એક એવી વ્યક્તિ છે કે જેઓ શાંતિ મંત્રણા માટે બંને પક્ષોને સાથે લઇ આવી શકે તેમ છે, તેમ પણ જુનિયર ટ્રમ્પે જણાવ્યું હતું. દરમિયાન સમાચાર મળ્યા છે કે રશિયાની ફેડરેશન કાઉન્સીલના એક વરિષ્ઠ સભ્ય આંદ્રેઇ કિલશાએ ’ધી ડેઇલી ટેલીગ્રામને આપેલી મુલાકાતમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે, પશ્ર્ચિમ દ્વારા થઇ રહેલી કાર્યવાહી યુક્રેન દેશનાં પૂર્ણ-પતનનું કારણ બની શકે તેમ છે. રશિયાની આંતરરાષ્ટ્રીય બાબતોની સમિતિના પ્રથમ ઉપપ્રમુખ વ્લાદીમીર દજબારોએ ચેતવણી આપી છે કે ’જો આમ કરાશે તો યુક્રેનને અમેરિકા મિસાઇલ વાપરવાની પરવાનગી અપાશે. ત્રીજાં ત્રીજાં વિશ્ર્વ યુદ્ધ તરફનું પહેલું પગલું બની રહેશે. આ પૂર્વે પ્રમુખ પુતિને પણ કહ્યું હતું કે યુક્રેનને પશ્ર્ચિમની મિસાઇલ્સ રશિયા પર વાપરવા દેવાની પરવાનગી અપાશે તો તે પશ્ર્ચિમ અને રશિયા વચ્ચેનું સીધું જ યુદ્ધ માનવામાં આવશે.