પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા,સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓને સન્માનિત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.4
- Advertisement -
વેરાવળમાં શૈક્ષણિક જગતમાં અગ્રેસર એવી સ્વ. ભારતી મેમોરીયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દર્શન અને ન્યુ દર્શન શાળા દ્રારા શહેરના શ્રેષ્ઠી, સેવા ભગીરથી તથા મહાનુભાવોની ઉપસ્થિતીમાં દ્વિશતાદી મહોત્સવ વિશાળ જનમેદનીની ઉપસ્થિતીમાં સંપન્ન થયો હતો.આ દ્વિશતાબ્દી મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે ઇઅઙજ સંસ્થાના પ.પૂ. જ્ઞાનવત્સલસ્વામીની ઉપસ્થિતીમાં સંસ્થાનો 20મો વાર્ષિકોત્સવ તથા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયેલ હતો.
આ તકે દર્શન અને ન્યુ દર્શન શાળા તરફથી ડોડીયા આસ્થા, હાથલીયા ક્રિષ્ના, મુલચંદાણી દ્રષ્ટિ, બારડ બંસરી, થાનકી હિમાંક, ઓઝા સુધાંશુ સહિત મોટી સંખ્યામાં વિધાર્થીઓને સન્માનીત કરવામાં આવેલ હતા. સાથે દર્શન શાળામાં અભ્યાસ પુર્ણ કરી ઉચ્ચ કારકીર્દી ઘડી ઉચ્ચ હોદાઓમાં સ્થાન પ્રાપ્ત કરનાર ડો.દર્શન વિઠલાણી, ડો. ઝીલ રાચ્છ, ડો. હેત્વી વિઠલાણી, ડો. હિલ્લોરી વિઠલાણી, ડો. કાવેરી વિઠલાણી, ડો. ઝીલ દત્તા, એડવોકેટ હર્ષ રાચ્છ, હિરવા દત્તા, ઈઅ સપ્તર્ષિ રાચ્છ મોનિષ કાનાબાર, વિશાલ સુબા, કિશન રૂપારેલનું સન્માન કરવામાં આવેલ હતા.
આ કાર્યક્રમમાં ઇઅઙજ સ્વામિનારાયણ સંસ્થાના વંદનીય સંત જ્ઞાનવત્સલ સ્વામીએ વિશાળ જનમેદની ઉપસ્થિતીમાં વિધાર્થીઓ પોતાના બાલ્ય કાળથી શિસ્ત અને સંસ્કારથી પોતાનું જીવનનું ઘડતર કરવા અંગે યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. સાથે આજના યુગમાં શિક્ષકોએ વિધાર્થીઓને અભ્યાસની સાથે આધ્યાત્મીક બાબતોનું માર્ગદર્શન આપી જીવન ધડતર કરવું જોઈએ સાથે વાલીઓએ પણ આજના સમયમાં સંતાન ખોટી સંગતમાં ન જાય તેની તકેદારી રાખવી જોઈએ.યોગ્ય અભ્યાસની સાથે આધ્યાત્મીક શિક્ષણ પ્રાપ્ત કરી આજનો વિદ્યાર્થી બીજા માટે દ્રષ્ટાંત રૂપ બને તેવા વિદ્યાર્થીઓનું નિર્માણ કરવું જોઈએ. તથા વાલીઓએ બાળકોને 16 વર્ષ સુધી ડિજીટલ ઉપકરણો આપવા ન જોઈએ અને તેમને 16 વર્ષ પછી ડિજીટલ ઉપકરણોની ઉપયોગ કરવાની વિવેક બુદ્ધિ આપવી જોઈએ. સાથે આજના સમયમાં વ્યસનની બદીથી સમાજ મુકત બને તે અંગે વ્યસનથી થતા નુકશાન અંગે માર્ગદર્શન આપી વ્યસન મુક્ત જીવન જીવવા પ્રેરણા આપી હતી અને સંસ્થાના સંચાલક બી.એમ. વિઠ્ઠલાણીનો આભાર વ્યકત કર્યો હતો.ત્યારબાદ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા.જેમાં છત્રપતિ શિવાજી મહારાજની ગાથા, ઓપરેશન સિંદૂર, વિવિધ સંસ્કૃતિઓના નૃત્ય રજૂ કરી વિધાર્થીઓએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
વેરાવળ અને આસપાસ ચાલતી સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓનું સન્માન
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઇઅઙજ સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજય સંત જ્ઞાનવત્સલ સ્વામી, અખંડ ચિંતન સ્વામી, પરમનિલય સ્વામી, ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર,ખેતી બેંકના ડોલરભાઈ કોટેચા,અગ્રણી માનસિંહભાઈ પરમાર,શિક્ષણ અધિકારી એ.એચ.પટેલની ઉપસ્થિતીમાં દર્શન અને ન્યુ દર્શન શાળા દ્વારા જાહેર જીવનમાં યોગદાન આપી સેવાકાર્યમાં નોંધપાત્ર સેવા આપનાર શ્રેષ્ઠીઓનું સન્માન કરેલ જેમાં શ્રી ચંદ્રેશ્વર ગૌ શાળા ટ્રસ્ટ ચાંડુવાવ, કાનજીભાઈ ધરમશીભાઈ દોરીયા – પ્રભાસ શ્રીકૃષ્ણ સેવા ટ્રસ્ટ, ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર, ગૌતમભાઈ રામજીભાઈ ફોફંડી- બાલ ગોપાલ ગૌ શાળા અને હોસ્પિટલ, અરવિંદભાઈ કાળાભાઈ પંડિત, વિજયભાઈ કાનાભાઈ બારીયા – રોટલા બેંક, વેરાવળનું સન્માન કરી દર્શન શાળા તરફથી સેવા કાર્યમાં ચેક અર્પણ કરવામાં આવેલ હતો.



