જૂનાગઢના ભુવા સુરજે યુવતીને સોશિયલ મીડિયામાં પત્ની દર્શાવી 10 માસ સુધી દુષ્કર્મ ગુજારી તરછોડી
યુવતી ન્યાય મેળવવા મહિલા પોલીસ મથક પાસે ઝેરી દવા પી પહોંચતા સારવાર અર્થે ખસેડી
પોલીસે યુવતીનું નિવેદન લેતા ઢોંગી ભુવા સુરજ સોલંકી અને સાગરીત સંજય સોહલીયા અને ગુંજન જોશીનું નામ આપ્યું
ઢોંગી ભુવો સુરજના ધતિંગ કરતાં વિડીયો જૂઓ..
- Advertisement -
https://www.youtube.com/watch?v=SJOxemzC7Rg&t=1s
ગઈકાલે સાંજના સમયે જૂનાગઢની યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી.ત્યાં યુવતી અચાનક ઢળી પડતા પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.બનાવ બાદ પ્ર.નગર પોલીસનો સ્ટાફ યુવતીનું નિવેદન નોંધવા જતા તેણીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે,જૂનાગઢના ભૂવા સુરજ સોલંકીએ 10 મહિના સુધી મારા પર દુષ્કર્મ આચર્યું હતું.તેમજ ઝેરી દવા પીધા પહેલા યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી છે. જેમાં સુરજે ગર્ભ રાખી દીધાનો પણ ઉલ્લેખ કર્યો છે.
ભોગ બનેલી યુવતીની સ્યુસાઈડ નોટ
- Advertisement -

આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે,યુવતીએ સોશિયલ મીડિયામાં પોતે લખેલી સ્યુસાઈડ નોટ પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું છે કે,મારે 10 મહિના પહેલા ભુવા સુરજભાઈ લાખાભાઈ સોલંકી પાસે અંગત પ્રશ્નના લીધે જોવડાવા ગઈ હતી.ત્યારથી મારે સુરજ સોલંકી સાથે પર્સનલ કોન્ટેક્ટ થયો હતો. ત્યાં મને એવું કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. મને આવા અંધારામાં રાખી મારી સાથે 10 મહિના શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન હું પ્રેગનન્ટ બની હતી. બાદમાં મને દવા આપી હતી અને છેલ્લા 1 મહિનાથી મને મૂકીને ચાલ્યો ગયો હતો. સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ માધ્યમ દ્વારા મને ઘરવાળી બનાવીને મારા ફોટા દુનિયાની સામે વાઇરલ કરી દીધા હતા અને અત્યારે મને રોડ પર મૂકી દીધી છે. હું એને 15 દિવસ પહેલા મનાવવા અમદાવાદ ગઈ હતી પણ આશ્રમ રોડના સર્કલ ઉપર ગાડીમાં બેસાડી સંજયભાઈ સોહલિયાએ માર માર્યો અને ગાડીમાંથી ફેંકી દીધી હતી. સુરજ સોલંકીનો માણસ ગુંજન જોશી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાંથી લાઈવ થઈને મને બદનામ કરે છે. હવે મારે ક્યાંય જીવવા જેવું રહ્યું નથી. મને મરવા સિવાય કોઈ રસ્તો નથી.મારા માર્યા પછી મને ન્યાય પાવજો.


