ભૂપેન્દ્ર પટેલની સાથે 16 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા, કમુરતા પહેલા મુખ્યમંત્રી અને મંત્રીમંડળ આજે…….
ગુજરાતમાં પ્રચંડ જીત બાદ ભાજપે ગઇકાલે ભારે બહુમતી સાથે સરકાર બનાવી દીધી છે. ગઇકાલે વડાપ્રધાનની હાજરીમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલની સાથે 16 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. જોકે હવે કમુરતા પહેલા નવી સરકારના મુખ્યમંત્રી અને મંત્રીમંડળ આજે જ પોતાનો કાર્યભાર સંભાળશે.
- Advertisement -
ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ હવે આજે તેઓ પદભાર સંભાળશે. કમુરતા પહેલા નવી સરકારના મંત્રીઓ પણ આજે કાર્યભાર સંભાળશે. આજે સવારે 10.30 કલાકે CM ભુપેન્દ્ર પટેલ પોતાનો કાર્યભાર સંભાળશે. આ સાથે સિનિયર મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ પણ ચાર્જ સંભાળશે. તો બળવંતસિંહ રાજપુત પણ આજે પોતાનો ચાર્જ સંભાળશે. મહત્વનું છે કે, ગઇકાલે એટલે કે સોમવારે જ તમામ મંત્રીઓએ ચેમ્બર સોંપાઈ છે.
નોંધનીય છે કે, ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. જોકે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી પણ કરવામાં આવી દીધી છે. જેમાં 16 મંત્રીઓનો સમાવેશ થાય છે તમને જણાવી દઈએ કે, પ્રવકતા મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
મંત્રીઓને ખાતા ફાળવાયા
- Advertisement -
આજે શપથવિધી બાદ નવા મંત્રીમંડળની પહેલીવાર બેઠક યોજાઈ હતી જેમાં તેમને વિવિધ ખાતાઓની વહેચણી કરવામાં આવી છે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને બનાવ્યા છે જ્યારે બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ મંત્રી તરીકેને જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે કુબેર ડિંડોરને પ્રા.શિક્ષણ,આદિજાતિ મંત્રાલય અપાયું છે જ્યારે રાઘવજી પટેલને ફરી કૃષિ વિભાગ સોંપાયું છે.
કેબિનેટ મંત્રીઓ :
જાણો કયા મંત્રીઓને ક્યાં વિભાગ ફાળવવામાં આવ્યા :
1. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી : સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલ વિષયો
2. કનુભાઈ દેસાઈ : નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
3. ઋષિકેશ પટેલ : આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
4. રાઘવજી પટેલ : કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
5. બળવંતસિંહ રાજપૂત : ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર
6. કુંવરજી બાવળિયા : જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
7. મુળુભાઇ બેરા : પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
8. ડૉ.કુબેરભાઈ ડિંડોર : આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
9. ભાનુબેન બાબરીયા : સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
રાજ્યકક્ષાના મત્રીઓ :
10. હર્ષ સંઘવી : રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
11. જગદીશ પંચાલ : સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
12. પરષોત્તમ સોલંકી : મત્સ્યોદ્યોગ અને પશુપાલન
13. બચુભાઈ ખાબડ : પંચાયત, કૃષિ
14. મુકેશ પટેલ : વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
15. પ્રફુલભાઈ પાનસેરિયા: સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
16. ભીખુસિંહ પરમાર : અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
17. કુંવરજીભાઇ હળપતિ : આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ