CM ભૂપેન્દ્ર પટેલની રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ, મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવાશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને લોકહિતના કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં 2023-24ના વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
- Advertisement -
મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણય
CM ભૂપેન્દ્ર પટેલે આજે એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે દરેક મહિલા ધારાસભ્ચોને મળતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જન પ્રતિનિધિત્વ કરતા 12 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાના વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.
રાજ્યના મહિલા ધારાસભ્યોને લોકહિતના કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં 2023-24 ના વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જનપ્રતિનિધિત્વ કરતા મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાના વિવિધ કામો માટે…
- Advertisement -
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 10, 2023
અગાઉ સીએમ સમક્ષ કરાઈ હતી રજૂઆત
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે અગાઉ રાજ્યના મહિલા ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે.