ભાજપ સરકારનો ગ્રામિણ વિસ્તારોની સુખાકારી માટે મજબૂત અને ટકાવ-કોન્ક્રીટ સુવિધા પથ બનાવવાનો ગ્રામિણ વિકાસલક્ષી નિર્ણય: ભૂપત બોદર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જિલ્લાપંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બોદરે એક અખબારી યાદી માં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર અને રાજ્ય સરકાર મહાનગરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારો માટે પણ અનેક વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ લાવીને આ તમામ યોજનાઓના લાભો અંત્યોદયની ભાવના સાથે જન જન સુધી પહોચાડી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક ગ્રામ્ય જનતા માટે વિકાસલક્ષી નિર્ણય લઇને રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના સુવિધાપથ ને કોન્ક્રીટ રોડ બનાવવાનો ગ્રામીણ જનતાની સુખાકારી માટે ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામ થી ગામ ને જોડતા રસ્તાઓ સુધી પહોચવા માટે ગામ માં થઈ ને જતા મુખ્ય માર્ગને સુવિધાપથ કહેવામાં આવે છે.
- Advertisement -
રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં વર્ષા ઋતુ દરમ્યાન પાણી ભરાઈ જવાથી તથા ભારે વાહનો ની અવરજ્વર અને વધુ ટ્રાફિક ભારણ ના કારણે ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધા પથ અંતર્ગત ગામતળની લંબાઈમાં 5.50 મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ 668.30 કરોડ રૂપિયાની ફાળવણીને મંજુરી આપી છે.એટલું જ નહી, જ્યાં કોઇ કારણસર કોન્ક્રીટ રોડ બનાવવો શક્ય નહી હોય ત્યાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં કુલ 1020.15 કિ.મી.ની લંબાઈના 787 માર્ગો રાજ્ય સરકાર ના નિર્ણય થકી સુવિધાપથ અન્વયે મજબૂત અને ટકાવ કોન્ક્રીટ રોડ બનશે.રાજ્ય સરકાર ગ્રામ્ય લોકોનું જીવનધોરણ સુગમ કરવાની સાથે સાથે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી સુવિધા સભર ગુણવત્તા યુક્ત રોડ રસ્તાઓ નું નેટવર્ક આપવા પ્રતિબધ્ધ છે.
રાજ્યના ગામડાઓને સુવિધાપથની સગવડ આપવા કરેલી આ 668 કરોડ રૂપિયાની ફાળવણીને પરિણામે ગ્રામ્ય જનતાને સારી ક્વાલિટી યુક્ત અને વધુ ટકાઉ તથા વરસાદી સિઝનમાં પણ આ નિર્માણ પામનાર સુવિધાપથ પર અવરજવર દરમ્યાન કોઈપણ પ્રકારની અડચણ ન પડે તેવા બારમાસી કોન્ક્રીટ રોડ મળશે. ગ્રામ્ય જનતા મા રાજ્ય સરકારના આ ગ્રામીણ વિકાસ અને સુખાકારી વધારતા નિર્ણયથી આનંદની લાગણી પ્રસરી છે.તેમ અંતમાં ભૂપત બોદરે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટી ની રાજ્ય સરકારના નિર્ણય ને આવકારતા જણાવ્યું હતું.