પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્તે ઉદ્ઘાટન; ડોર સ્ટેપ બેન્કિંગ અને 8.50% સુધીના વ્યાજ સહિતની નવતર સુવિધાઓની જાહેરાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગ્રાહક સેવામાં અગ્રેસર એવી ધી ભુજ મર્કેન્ટાઈલ બેન્ક (ઇખઈઇ) મલ્ટીસ્ટેટ બેન્કનું ફલક હવે સૌરાષ્ટ્રના કેપિટલ ગણાતા રાજકોટ સુધી વિસ્તર્યું છે. કચ્છ, અમદાવાદ અને મુંબઈમાં જાણીતી આ બેન્કની રાજકોટ શાખાનું ઉદ્ઘાટન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને લોકસભા સાંસદ પુરૂષોત્તમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા અને બેન્કના ચેરમેન ઈઅ મનોજભાઈ લેકિનવાલા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ રૂપાલાએ બેન્કને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આ બેન્ક પોતાની નવતર સુવિધાઓ અને ટેકનોલોજીનો લાભ રાજકોટવાસીઓને આપીને પ્રગતિ કરશે.બેન્કના ફાઉન્ડર ચેરમેન ઈઅ મહેન્દ્રભાઈ મોરબીઆએ બેન્ક મલ્ટીસ્ટેટ બની ચૂકી છે ત્યારે બીજી નાની સહકારી બેન્કોના મર્જર થકી વટવૃક્ષ બને અને સ્મોલ ફાઇનાન્સ બેન્ક બનીને સમગ્ર ભારતમાં વ્યાપ વધારે તેવી શુભેચ્છાઓ આપી હતી.બેન્ક દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર ડોર સ્ટેપ બેન્કિંગની શરૂઆત કરવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો જયેશ રાદડીયા, રમેશ ટીલાળા અને ઉદય કાનગડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બેન્કને શુભેચ્છાઓ પાઠવી હતી.બેન્કના જનરલ મેનેજર ઈઅ સ્મિત મોરબીઆ અને રાજકોટના ચીફ મેનેજર કેતન મીરાણીએ જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજીથી સજ્જ રાજકોટ શાખા દ્વારા ગ્રાહકોને નીચે મુજબની વિશેષ સેવાઓ પૂરી પાડવામાં આવશે.
લોકર સુવિધા માત્ર રૂ. 500/-ના વાર્ષિક ભાડાથી. ફિક્સ ડિપોઝીટ પર મહત્તમ 8.50% સુધીનું વ્યાજ. કરન્ટ ખાતા પર 5% વ્યાજ અને ચાલુ ખાતા પર 5.50% વ્યાજ. ડોરસ્ટેપ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ સહિતની આધુનિક સેવાઓ. આ શાખા મવડી-પાડ રોડ સ્થિત વન મવડી બિલ્ડીંગના પહેલા માળે કાર્યરત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સિનિ. મેનેજર હિતેશ માણેક સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.