ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્યમાં વરસાદ બાદ હવે બીમારીએ ભરડો લીધો છે જેમાં માત્ર માનવ જાત નહીં પરંતુ પશુઓમાં પણ લંપી વાયરસ, ઝેરી તાવ જેવી બીમારીનાં લક્ષણો નજરે પડ્યા હતા તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાલતુ પશુઓને આ પ્રકારની ગંભીર બીમારીના લક્ષણો નજરે પડતા સ્થાનિક સરપંચ અને માલધારીઓ દ્વારા પશુ ચિકિત્સકને જાણ કાશી હતી. જેને લઇ પશુ ચિકિત્સકને ટીમ તાત્કાલિક ભોયકા ગામે પહોંચી તમામ પશુઓની ચકાસણી કરી કેટલાક બીમાર પશુઓની સારવાર માટે રસીકરણની કામગીરી હાથ ધરી હતી.
લીમડીના ભોયકા ગામે પશુ ચિકિત્સક દ્વારા રસીકરણ કરવાની કામગીરી હાથ ધરી



